અમેરિકામાં કોરોના વાયરસ દિવસે દિવસે પોતાનો આંતક ફેલાવી રહ્યો છે. આ દરમિયાન કોરોનાનો આંતક વધતા કહેરને જોતા બ્રાઝીલથી આવનારા બધા જ મુસાફરો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બ્રાઝીલમાં દરરોજ કોવિડ 19 કેસમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે તેને જોતા અમેરિકા આ આગવો અને ખાસ અપીલ કરી છે. બ્રાઝીલમાં ગયા 24 કલાકમાં કોરોના વાયરસના 16508 નવા કોરોના વાયરસ ના રિપોર્ટ સામે આવ્યા છે. ત્યાર બાદ કુલ ચેપી દર્દીઓની સંખ્યા 3.65 લાખ થઈ ગઇ છે.

Photo Credit

હમણાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિષય પર વાત કરતા જણાવ્યું હતું કે તેઓ બ્રાઝીલથી આવનારા બધા જ મુસાફરો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનું વિચારી કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસમાં મીડિયા જોડે વાત કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે હું નથી ઇચ્છતો કે ત્યાંથી માણસો અહીં આવે અને અમારા માણસોને ચેપી કરે. હું નથી ઇચ્છતો કે ત્યાંના લોકો પણ બીમાર પડે. અમે વેન્ટીલેટર ની સહાય કરીને બ્રાઝીલની સહાય કરી રહ્યા છીએ. બ્રાઝીલ હાલમાં તકલીફ માં છે.

Photo Credit

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન એ શનિવારના દિવસે CBS ફેસ ધ નેશનને આ વિષય પર વાત કરતા જણાવ્યું હતું કે લગભગ બ્રાઝીલથી પરત આવનાર મુસાફરો પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું હતું કે આશા છે કે આ અસ્થાયી રીતે જ હશે.

Photo Credit

આપને કહી દઇએ કે અમેરિકા પછી બ્રાઝીલ દેશમાં કોરોના સંક્રમિત સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. બ્રાઝીલમાં કોરોના ચેપી દર્દીઓની કુલ સંખ્યા 3.65 લાખ આસપાસ થઇ ગઇ છે. અહીં નિધન પામનાર લોકોની સંખ્યા 22746 ક્રોસ કરી ગઇ છે. રાહતની વાત એ છે કે કોવિડ-19થી 1.5 લાખ લોકો સ્વસ્થ પણ થયા છે.

Photo Credit

સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર અમેરિકામાં કોરોના સંક્રમિતના કુલ 16.8 લાખ રિપોર્ટ નોધવામાં આવ્યો છે. તેમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 98024 છે અને કોવિડ-19થી 3 લાખ 42 હજાર માણસો કોરોના વાયરસ સામે જીતીને સંપૂર્ણ સ્વસ્થ પણ થઇ ચૂકયા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *