સમગ્ર દેશભરમાં શિયાળો ચાલુ થઇ રહયો છે, અને થોડાક ભાગોમાં ઠંડી પડવાની ચાલુ પણ થઇ ગઈ છે. ત્યારે ઠંડીથી બચવા માટે આપણે ગરમ કપડાં અવારનવાર પહેરીએ છીએ. એટલે આપણે ઉનના કપડાની ખરીદી પણ અવશ્ય કરવી પડે છે. એવામાં તમે વિચારતા હશો કે આખરે ગરમ કપડાંની ખરીદી ક્યાંથી કરશો કે જેથી ઓછા બજેટમાં સારી વસ્તુઓ ખરીદી શકાય, કારણ કે શિયાળો ખૂબ જ થોડા સમય માટે આવે છે અને એટલે જ તેના માટે કપડાં ખરીદવામાં વધુ બજેટ ફાળવવાનું મન નથી બનતું. આ કપડાં શિયાળો પૂરો થતા જ કબાટમાં મૂકી દેવામાં આવે છે અને પછી બીજા વર્ષે આ કપડાંની ફેશન પહેલા વર્ષ જેટલી રહેતી નથી

Photo Credit

દર વર્ષે ગરમ કપડાંની મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવે છે પણ આ કપડાં ખૂબ જ મોંઘા પડે છે અને સારી ક્વોલિટી માટે પૈસા વધુ ખર્ચ કરવા પડે છે. ત્યારે આજે અમે અહીં તમને કહીશું એક એવા બજાર વિશે કે જ્યા ગરમ કપડાં ખૂબ જ સસ્તા ભાવે પ્રાપ્ત થઈ જાય છે. તમને કહી દઈએ કે આ બજારમાં તમને ફક્ત 180 રૂપિયામાં જેકેટ મળી જશે.

Photo Credit

અહીં લગભગ હોલસેલના ભાવે જ માલ મળે છે, પણ કસ્ટમર ની માંગ જોતા અહીં માણસો સિંગલ પીસ પણ ખરીદી શકે છે. બસ અહીં ખરીદવા માટે તમને સારી રીતે ભાવતોલ કરાવતા આવડવું જોઆએ. જો તમને ભાવતોલ કરાવતા આવડતું હોય તો આનાથી સારું માર્કેટ તમારા માટે બીજું કોઈ જ નથી.

Photo Credit

દિલ્હીના ગાંધીનગર માર્કેટલા આશરે 15000થી વધુ દુકાનો છે અને આને એશિયાનું સૌથી મોટું માર્કેટ કહેવામાં આવે છે. અહીં સમગ્ર દેશભરથી જુદા-જુદા વિસ્તારોમાં કપડાં સેલ કરવામાં આવે છે. અહીં તામેં એક સારું સ્વેટર 100 રૂપિયામાં અને લેધર જેકેટ તમને આરામથી 180 રૂપિયામાં મળી જશે. જો તમને પ્રીમિયમ ક્વોલિટી, હાઈ ક્વોલોટીમાં જોઈએ તો પણ અહીં તમને સસ્તા ભાવે પ્રાપ્ત થઈ જાય છે.

Photo Credit

તમારી જાણકારી ખાતર કહી દઈએ કે આ બજારમાં તમે ખૂબ જ સસ્તા ભાવે ઘરેણાં પણ મેળવી શકો છો. આ બજારમાં દેશના બીજા બજારોની સરખામણીમાં ખૂબ જ ઓછા ભાવે ઘરેણાં મળે છે. આ બજારમાં તમે સસ્તા ભાવે કપડાં પણ ખરીદી શકો છો. અહીં પર વેંચતા કપડાં લગભગ દુકાનદારોએ જાતે જ તૈયાર કરેલા હોય છે. એટલે આની ક્વોલિટી ખૂબ જ સારી હોય છે.

Photo Credit

દિલ્હીની આ માર્કેટ ઉપરાંત લાજપત નગર, સરોજિની નાગર, જનપથ, ચાંદની ચોક, કરોલ બાગ જેવા બજારો પણ છે જ્યા લોકો ખરીદી કરવાની પસંદ કરે છે. દિલ્હી સિવાય તમને લુધિયાણાની ઘૂમર મંડી માર્કેટ અને કરીમપુરા બજારથી પણ ગરમ કપડાં અને કપડાં ખરીદી શકો છો. અહીં તમને ગરમ કપડાં બજાર કરતા પચાસ ટકા ઓછા ભાવે મળશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *