સવારે વહેલા ઉઠતાની સાથે જ નોકરીએ જવાનો લગભગ બધાને જ મોટાભાગે કંટાળો આવતો હોય છે, કેમ કે બધા લોકોને પોતાની ઊંઘ વ્હાલી નથી હોતી. જો કોઈ એમ કહે કે એક કંપની છે કે જે ઊંઘવા માટેનો પગાર તમને આપશે, તો તો પૂછવું જ શું. આવા જ માણસો કે જેમને ઊંઘવું ખૂબ જ ગમે છે એવા લોકો માટે આ ખબર અગત્યની છે.

Photo Credit

બેંગલુરુની આ એક કંપની છે કે જે બધા લોકોને એવી નોકરી આપી રહી છે કે જેમાં તમને ફકત ને ફકત ઊંઘવાનું જ છે. હમણાં સુધીમાં માત્ર નાસા જ પોતાના સ્પેસ સ્ટડી પ્રોગ્રામ હેઠળ બે મહિના ઊંઘવા માટેના 14 લાખ રૂપિયા આપે છે, પણ હવે બેંગલુરુની એક ઓનલાઇન ફર્મ વેકફિટ (Wakefit)એ પણ આવી જ એક નોકરી બધા જ લોકો માટે બહાર પાડી છે. જેમાં 100 દિવસ સુધી રોજ રાતે 9 કલાક ઊંઘવાવાળા માણસને 1 લાખ રૂપિયા આપશે. આ માટે આ કંપનીએ ઓનલાઇન આવેદનો પણ બધાની પાસે મંગાવ્યા છે.

ઓનલાઇન સ્લીપ સોલ્યુશન ફર્મે પોતાના આ પ્રોગ્રામને વેકફિટ સ્લીપ ઈન્ટર્નશિપનું નામ આપી દીધું છે. આ માટે ઓનલાઇન પ્રમાણ પાત્ર આપવાનું રહે છે. આમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોએ સતત 100 દિવસો સુધી રોજ રાતે ૯ કલાક જેટલી લાંબી ઊંઘ લેવી પડશે. આ પ્રોગ્રામ માટે આ કંપનીએ પોતાની વેબસાઈટ પર જણાવ્યું, ‘પોતાના ફેવરેટ શોઝને રાતે એવોઈડ કરવા માટે આભાર.’

Photo Credit

આ બેંગ્લોરની કંપનીએ ઇન્ટર્ન માટે આ જોબને ‘Just Sleep’ જેવું નામ આપ્યું છે અને સાથે જનવ્યું ‘આ જોબ માટે એવા ઉમેદવાર જોઈએ, જેને તક મળતા જ ઊંઘ આવી જાય, એટલે કે 10થી 20 મિનિટમાં જ જેને ઊંઘ આવી જાય.’ આ જોબની ક્વોલીફીકેશમાં જણાવવામાં આવ્યું, એવા માણસને કે જે રાતે ઊંઘતા પહેલા શો જોવાની આદત છોડી શકે તથા રાતે મોબાઈલમાં આવનાર નોટિફિકેશનને પણ ઇગ્નોર કરી શકે.

Photo Credit

કંપની બાજુથી જે ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવામાં આવશે એને પોતાનો એક વિડીયો બનાવીને મોકલવાનો રહેશે કે જેમાં એ કહેવાનું રહેશે કે તેમને કેટલી સારી ઊંઘ આવે છે. સિલેક્ટેડ થયેલા ઉમેદવાર કંપનીના આપણે ગાદલા પર જ ઉંઘશે. આની સાથે જ તેઓ સ્લીપ ટ્રેકર અને વિશેષજ્ઞો જોડે કાઉન્સિલિંગ સેશનમાં ભાગ પણ લેશે. સ્લીપ ટ્રેકર એ ગાદલા પર લેવામાં આવેલી ઊંઘને મોનિટર કરશે.

Photo Credit

કંપની ઉમેદવારની ઊંઘવા માટેની સમગ્ર તેની દરેક ગતિવિધિઓનો રેકોર્ડ રાખશે. સ્લીપ ટ્રેકર કંપનીના ગાદલા પર ઊંઘા પહેલા તથા ઊંઘવા પછીની પેટર્ન પણ રિકોર્ડ કરશે. નવાઈની વાત એ છે કે આ નોકરીમાં તમારે ન તો પોતાની નોકરી છોડવાની જરૂર છે કે ન ઘરની બહાર નીકળવાની. બસ ઘરમાં જ તમારે કંપનીના ગાદલા પર 9 કલાક ઊંઘવાનું છે તથા પોતાની સ્લીપિંગ પેટર્ન રેકોર્ડ કરીને કંપનીને આપવાની છે.

Photo Credit

જયારે તમે આવું 100 દિવસ સુધી રોજ 9 કલાકની ઊંઘ લઈ લો છો તો વેકફિટ તમારા આ સ્લીપિંગ ડેટાને ચેક કરીને તમને 1 લાખ રૂપિયાનું અધધ ઇનામ આપશે. કંપનીનું માનવું છે કે અમારી કોશિશ છે કે આ ભાગદોડ ભર્યા લાઈફમાં માણસોને શાંતિની ઊંઘ લેવા માટે પ્રોત્સાહિત કરી શકાય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *