બોલીવુડના સિંઘમ તરીકે ઓળખાતા અજય દેવગણએ મૂવી ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો સુધી પોતાનું નામ બનાવી રાખ્યું છે. એમની મૂવી બોક્સઓફિસ પર હંમેશા માટે હિટ જ પુરવાર થાય છે. કોમેડી હોય કે સિરિયસ બધા જ કિરદારને અજય ખુબ સારી રીતે કરે છે.

વર્ષ 1991માં આવેલ મૂવી ‘ફૂલ ઔર કાંટે’ થી અજય દેવગણએ બોલીવુડ જગતમાં પગ મુક્યો હતો. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં અજયે જણાવ્યું હતું કે તેની પત્ની કાજોલ ખુબ જ કંજૂસ છે તથા ઘરના બધા જ ખર્ચા એ જ હેન્ડલ કરે છે. પણ જો તમે અજય દેવગણના જીવન પર નજર નાખશો તો તેમને ખ્યાલ આવશે કે સૌથી વધુ પૈસા ખર્ચ કરે છે. અજયને ખુબ લક્ઝરી લાઈફ જીવી પસંદ છે.

32 કરોડની વર્ષની આવક ધરાવતા અજય દેવગણ પાસે એક થી એક મોટી અને એક્સ્પેન્સિવ વસ્તુઓ છે. 260 કરોડ રુપિયા નેટવર્થ વેલ્યુ ધરાવતા અજય દેવગણ ગયા ત્રણ દશકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.

અજય દેવગણ જોડે મુંબઈ ઉપરાંત લંડનમાં પણ એક બંગલો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એ બંગલોની કિંમત 54 કરોડ રૂપિયા છે. તેની સાથે જ અજય દેવગણ પાસે પોતાનું એક પ્રાઇવેટ જેટ Hawker 800 છે. એ જેટની કિંમત અંદાજે 84 કરોડ રૂપિયા છે. અજય દેવગણ પ્રથમ બોલીવુડના એક્ટર હતા જેમણે પોતાનું પ્રાઇવેટ જેટ ખરીદ્યું હતું.

અજય દેવગણનું એક પોતાનું આગવું પ્રોડક્શન હાઉસ છે. એ પ્રોડક્શન હાઉસની અંદાજીત રકમ 100 કરોડ રૂપિયા જેટલી છે. કહી દઈએ કે અજયના પ્રોડક્શન હાઉસએ જ કાજોલની મૂવી ‘હેલીકોપ્ટર ઈલા’ બનાવી હતી.

જો આપણે વાત તેના કાર કલેક્શનની કરીએ તો અજય દેવગણ જોડે 2.8 કરોડની કાર Maserati Quattroporte છે. માનવામાં આવે છે કે અજય દેવગણ પહેલા ભારતીય હતા જેમને આ કાર ખરીદી હતી. 2006ના વર્ષમાં આ કાર ભારતના સૌથી અમીર વ્યક્તિ કહેવાતા અંબાણી જોડે પણ નહતી.

અજય દેવગણના કાર કલેક્શનમાં રેંજ રોવર વોગ Range Rover Vogue પણ સમાવેશ છે. આ કારની કિંમત 2.7 કરોડ રૂપિયા છે. એ ઉપરાંત એમની પાસે મર્સીડીઝ બેંચ એસ ક્લાસ છે જેની કિંમત 1.4 કરોડ રૂપિયા છે.

તેની સાથે જ બીએમડબ્લ્યુ ઝેડ 4 છે જેની કિંમત આશરે 97 લાખ રૂપિયા છે. આ સિવાય 40 લાખ રૂપિયાની મીની કૂપર એસ છે અને 80 લાખ રૂપિયાની ઓડી ક્યુ 7 પણ છે.

મોખરાનો એક્ટર ફિલ્મ સર્જક અજય દેવગણ જાણ્યે અજાણ્યે બાયો-ફિલ્મોનો બેતાજ બાદશાહ બની રહ્યો હોય એવી છાપ પડયા વિના રહી શકતું નથી.

ભારતના શહીદ ભગત સિંઘથી ચાલુ કરીએ તો ત્યારપછી એણે નોર્થ ભારતમાં એક સાંસદને ત્યાં દરોડા પાડીને તહલકો મચાવી દેનારા નિર્ભય Incometax અધિકારીના જીવન પર આધારિત મૂવી રેડ કરી હતી.

તાજેતરમાં એ છત્રપતિ શિવાજી મહારાજના એક સૌથી વફાદાર તથા બહાદૂર યોદ્ધા તાનાજી માલુસરેની બાયો-મૂવી કરી રહ્યો છે. સમર્થનવિહોણા એક રિપોર્ટ અનુસાર એણે કરેલી સિંઘમની પહેલી કડી પણ એક ઇમાનદાર પોલીસ અધિકારીની સત્યઘટના પર આધારિત હતી.

ઔ આટલું ઓછું હોય એમ એ નીરજ પાંડેની નવી ફિલ્મમાં પ્રાચીન કાળના સૌથી મુત્સદ્દી ગણાતા રાજનીતિજ્ઞા ચાણક્યનો રોલ પણ કરવાનો છે.

ઇન્ડિયન ફૂટબૉલ ટીમના કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયો-ફિલ્મ પણ અજયને ઑફર થઇ છે. આમ જાણ્યે અજાણ્યે એ બાયો-ફિલ્મનો બેતાજ બાદશાહ બની રહ્યો જણાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *