વધી ગયેલા વજનનાં કારણે વ્યક્તિઓ પરેશાન રહેતા હોય છે. વજન ઓછું કરવા માટે નવા નવા અખતરા પણ આપણે ઘણા લોકોને કરતા જોયા હશે. કદાચ એમના એક આપણે પણ હોઈશું. મોટાભાગે વજન ઉતારવા માટે એવો જમવાનું લેતા હોઈએ છે જેમાં આપણને ઓછો ફેટ મળે અને આપણું વજન ના વધે જેને આપણે ડાયટ કહીએ છે. ઘણા લોકો તો વજન વધવાના ડરથી કે વધેલા વજનને ઘટાડવા માટે ખોરાક લેવાનું જ ઓછું કરી દે છે. પરંતુ આજે અમે તમને એવો નાસ્તો હેલ્થી નાસ્તો બતાવવા જઈ રહ્યા છે જે તમારા વજનને વધવા તો નહિ દે પરંતુ વધેલા વજનને ઓછું કરવામાં પણ ખુબ જ સહાયક નિવળશે.

Photo Credit

આપણે ત્યાં સમાન્ય રીતે ઘણા ઘરમાં દરરોજ નાસ્તામાં પૌવા ખાવામાં આવતા હોય છે. બસ આજ પૌવા તમારું વજન ઓછું કરવામાં સહાયક સાબિત થઈ શકે છે. કેવી રીતે ચાલો જોઈએ.

• પૌવા પાચન ક્રિયામાં ખુબ જ સરળ છે તથા વધુ તે લાંબા સમય સુધી ભૂખ પણ લાગવા દેતા નથી જેના લીધે તમે પૌવા ખાઈને પણ પેટને સારી રીતે ભરેલું અનુભવી શકો છો અને વધુ ખોરાક ના લેવાના લીધે વજન પણ આપમેળે વધતું નથી તેમજ પૌવા આસાનીથી પાચન પણ થઇ જાય છે.

Photo Credit

• પૌવા આપણા શરીરમાં લોહીના પરિભ્રમણ ટાઈમે એકદમ ધીમી ગતિથી ગ્લુકોઝને મળે છે જેના લીધે પણ તમને લાંબા સમય સુધી પેટ ભેરલું છે તેવો અનુભવ થાય છે અને ભૂખ જલ્દી નથી લાગતી.

• એક વાટકી પૌવાની અંદર 206 કેલેરી જોવા મળે છે જો તમે વજન ઓછું કરવા માંગો છો તો પૌવાની અંદર સીંગદાણાના તથા બટાકાના બદલે ડુંગળી, ટામેટું, કોથમીર, લીલા મરચા તે ઉપરાંત બીજી શાકભાજી નાખીને બનાવી શકો છો.

Photo Credit

• પૌવા એક શ્રેષ્ઠ પૌષ્ટિક ભોજન ગણી શકાય છે. તેની અંદર 75 ટકા કાર્બોહાઇબ્રેડ, 23 ટકા વસા તથા 8 ટકા પ્રોટીન રહેલું છે. તે આયરન, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ડી સહીત 11 ખનીજ તત્વો તેમજ વિટામિન તેની અંદર રહેલા છે. જે શરીર માટે ખુબ જ ઉપયોગી છે. વજન ઓછું કરવા માટે બજારમાં માલ્ટા ફૂડના મુકાબલે પણ પૌવા ખુબ જ સસ્તા અને પૌષ્ટિક પણ છે.

Photo Credit

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *