આજનો ઝડપી જમાનો ઘણો જ બદલાઈ ગયો છે. અગવડોથી બચવા માટે માણસે પહેલા કરતા ઘણી જ સગવડોની શોધ કરી લીધી છે. મોબાઈલ જેવી શોધ કરીને દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલા માણસ સાથે વાતચીત કરી શકે છે, ઇન્ટરનેટની શોધ દ્વારા એકબીજાને રૂબરૂ જોઈ શકે છે, સ્માર્ટ ફોન દ્વારા આખી દુનિયા જાણે પોતાની આંગળીના ટેરવા ઉપર આવીને ઉભી રહી ગઈ હોય એવું લાગે છે. પરંતુ આ સગવડો પણ ઘણી જ અગવડો પણ આપી દેતી હોય છે એ વાત પણ માણસ જાણતો જ હોય છે.

Photo Credit

વ્યક્તિ ગરમીથી બચવા માટે હવે ધીરે ધીરે એસીનો ઉપયોગ કરતા થઇ ગયા છે. સિટીમાં જ નહિ હવે તો ગામડામાં પણ મોટાભાગના ઘરોમાં એસી લાગેલા દેખાવા મળશે. એસીથી ગરમીમાંથી તો છુટકારો મળી જાય છે પણ શરીર માટે એ કેટલું સારું છે? એ જ વાત આજે અમે તમને કહેવાના છીએ. આજે ગરમીની તકલીફ પણ એટલી વધારે છે જેના કારણે એસીની જરૂર પડવી સ્વાભાવિક છે પરંતુ બીજી કેટલીક સાવચેતી રાખીને આપણે આવનાર તકલીફોમાંથી ચોક્કસ બચી શકીશું.

• આવો જાણીએ એસીથી કેવા નુકશાન આવી શકે છે:

Photo Credit

1. જૂની બીમારી જન્મવાનો ખતરો:

જો તમે ભવિષ્યમાં કોઈ ઘાતક બીમારી કે શરીરની કોઈ સમસ્યાઓથી પીડાતા હોય તો એસી તમારા માટે નુકશાનકારક બની શકે છે. કેમ કે એસીની અંદર બ્લડપ્રેશર તથા આર્થરાઇટિસનાં લક્ષણો વધી જાય છે જેના કારણે તમને જૂનું દર્દ પાછું ઉભું થવાનો ખતરો રહે છે.

2. સ્વચ્છ હવા ના મેળવી:

એસીને ચાલુ કરતા પ્રથમ જ આપણે ઘર કે ઓફિસના બધી જ બારી બારણાંને બંધ કરી દેતા હોઈએ છીએ. જેના લીધે એક જ હવા રૂમની અંદર હરતી ફરતી રહે છે. અને એજ હવા અવારનવાર આપણને મળતી રહે છે જેના લીધે આપણે સ્વચ્છ હવાથી વંચિત રહીએ છીએ. જેના કારણે શરીરનો વિકાસ થતો પણ રોકાય છે. આ માટે થોડા થોડા સમય બહાર નીકળી અને સ્વચ્છ હવા લઇ શકો છો.

Photo Credit

3. હાડકાની સમસ્યા:

ઘણા માણસો ગરમીની અંદર રૂમ અથવા ઓફિસને એકદમ ઠંડી કરવા માટે રાખી દેતા હોય છે. પણ આપણું શરીર એક હદ સુધી જ ઠંડક સહન કરી શકે છે ખાસ કરીને સુતા સમયે, આ સમયે આપણને એ પણ ખબર નથી પડતી કે એ ઠંડકની અસર આપણા હાડકા સુધી પહોંચી ગઈ છે જે શરીર માટે ઘણું જ ગેર લાભદાયી છે. જે લાંબા સમયે હાડકાંની તકલીફ રૂપે બહાર આવે છે. માટે એસીનું તાપમાન જરૂરિયાત પ્રમાણે જ રાખવું.

4. ચહેરા ઉપર કરચલી આવી જવી:

એસી કોઈપણ જગ્યાને ઠંડી કરવા માટે એ જગ્યાનું મૉઇસ્ચર શોષી લેતું હોય છે જેના કારણે લાંબા સમય સુધી એસીમાં રહેવાના કારણે શરીર નમી પણ તે શોષી લે છે. જેનાથી શરીરની અંદર પાણીની ખોટ વર્તાય છે. જેના કારણે ચહેરા ઉપર કરચલી દેખાવવા લાગે છે. શરીરમાં પાણીની ખોટ પાડવાના કારણે શરીરમાં ઘણી બીમારીઓ હાવી થવા જાય છે અને તેની સીધી અસરના કારણે ત્વચાના રોગો થવાનો ખતરો વધે છે.

Photo Credit

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *