હાઈ બ્લડપ્રેશરની તકલીફ હમણાં લોકોમાં નોર્મલ થઇ ગઈ છે, બધા જ 10માંથી 7 લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે. મોટાભાગની બધી જ અનિયમિત જીવનશૈલીને તથા જેવા તેવા ખોરાકને લીધે બીપી જેવી ઘાતક બીમારી પણ સામાન્ય બની ગઈ છે. બ્લડ પ્રેશરને કાબુ કરવા માટે તમે વ્યક્તિઓને ઘણા પ્રકારની દવાઓ ખાતા તો જોયા હશે, પણ આ દવાઓ બ્લડ પ્રેશર સામે રક્ષણ તો આપે છે પણ તેની સાથે સાથે શરીરમાં તેની ખરાબ અસરો પણ થાય છે.

તેથી હાઈ બ્લડ પ્રેશરની તકલીફને દૂર કરવા માટે આપણે ઘરેલુ ઉપાયો કરવા જોઈએ. આ ઘરેલુ ઉપચારોથી હાઈ બ્લડ પ્રેશર સિવાય બીજી કેટલીક ગંભીર બીમારીઓ પણ દૂર કરે છે અને તેની કોઈ ખરાબ અસર પણ થતી નથી.

Photo Credit

1. આમળા:
આમળા જમવાથી હાઈ બ્લડ પ્રેશરની બીમારીમાં મદદ તો મળે જ છે પણ તેની સાથે બીજી બીમારીઓમાં પણ રાહત મળે છે. તમે આમળાનો પાઉડર કરીને તથા આખા પણ ખાઈ શકો છે. આમળા બીપીની તકલીફોમાં તરત જ રાહત આપે છે. આમળાને મધ સાથે લઇ શકાય છે તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સરખું થાય છે.

Photo Credit

2. મરી:
જો તમને ઓચિંતું બીપી વધી જાય તો તરત જ અડધા ગ્લાસ પાણીમાં મરી પાઉડર ભેગું કરીને પી જવું તેનાથી તમારું બીપી તરત જ કાબૂમાં આવી જશે. મરી ફક્ત બ્લડ પ્રેશરની તકલીફ જ નહીં પણ બીજી થોડીક બીમારીઓ પણ દૂર કરે છે. મરીથી પાચનને લગતી કોઈપણ તકલીફ થતી નથી. આ સિવાય શરીરના કોઈપણ ભાગમાં સોજા આવ્યા હોય તો મરીને પીસીને લગાવવાથી સોજા મટી જાય. દાંતના દુઃખાવો પણ દૂર કરે છે મરી.

Photo Credit

3. લસણ:
લસણ જમવાથી બ્લડ પ્રેશરમાં તો મદદ મળે જ છે તેના ઉપરાંત લસણ જમવાથી શરીરમાં ઇમ્યુનિટી વધી જાય છે, વાળ તથા ત્વચાને પણ તંદુરસ્ત કરવામાં સહાય કરે છે. પણ લસણને રાંધીને ખાવું ન જોઈએ એવું કરવાથી લસણના કેટલાક પૌષ્ટિક તત્વો ખતમ જાય છે. તેથી લસણને પાણી સાથે ખાવું જોઈએ રાંધીને ન ખાવું જોઈએ.

Photo Credit

4. ડુંગળી:
ડુંગળી ખાવાના ફાયદા વિશે તમને ખબર જ હશે, પરંતુ શું તમે જાણો છે કે ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. ડુંગળીમાં ક્વેર્સિટિન નામનો ફ્લેવોનોઇડ્સ તત્વ વધુ પ્રમાણમાં મળે છે. તેનાથી રક્ત વાહિકાઓ પાતળી થાય છે. તેથી જ ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *