વિશ્વ માં લગભગ કોઈ  દેશ બાકી નથી જેને કોરોનાએ ઝપેટમાં ના લીધો હોય. આવા સમયે દરેક દેશે લોકડાઉન થી લઈને બધી જ જરૂરી સાવચેતી લીધેલી છે અને પોતાના દેશને કોરોના થી બચાવવા પૂરતા પ્રયાસો કર્યા છે.

આપણા દેશમાં પણ છેલ્લા લગભગ 2 મહિનાથી લોકડાઉન ની પરિસ્થિતિ હતી અત્યારે લોકડાઉન માં છૂટછાટ મળી છે અને તાજેતરમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ ચાલુ થઇ છે ત્યારે એરપોર્ટ પર યાત્રીઓ ની સલામતી માટે ઘણું ધ્યાન રાખવામાં આવે છે.

જે પણ પ્રવાસી આવે તેનું થર્મલ ચેકીંગ કર્યા બાદ જ તેને એરપોર્ટમાં અંદર પ્રવેશ આપવામાં આવે છે. આજથી 50 જેટલી ફ્લાઇટ્સની અમદાવાદ એરપોર્ટ પરથી અવરજવર શરૂ થઈ છે. વધુમાં ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ની ગાઈડલાઈન મુજબ તમામ પેસેન્જરોને ફ્લાઈટના સમય કરતા લગભગ 2 કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે તેમજ તેમને માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા ફરજિયાત છે. એ જ રીતે પેસેન્જરોને ટિકિટ તેમજ બોર્ડિંગ પાસ ઓનલાઈન મેળવવા પડશે. ચેકિંગ દરમિયાન પેસેન્જરોને બેગ પર જાતેજ ટેગ લગાવવાના રહેશે.

આરોગ્ય મંત્રાલયે રવિવારે પ્રવાસીઓ માટે એડવાઇઝરી જારી કરી છે. સાથે જ દરેક પ્રવાસીને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા પણ જણાવ્યું છે. બસ સ્ટેશનો, એરપોર્ટ, રેલવે સ્ટેશનો પર થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત રાખવું પડશે.

  • લક્ષણ વગરના પ્રવાસીઓને 14 દિવસ સેલ્ફ આઇસોલેશનની શરતે પ્રવાસની મંજૂરી અપાય.
  • દરેક પ્રવાસીએ માસ્ક પહેરવું, હાથ સાફ રાખવા. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.
  • બસ સ્ટેશનો, એરપોર્ટ, રેલવે સ્ટેશનોને પર સેનેટાઇઝરથી કીટાણુમુક્ત કરવામાં આવે.
  • મામુલી લક્ષણ ધરાવનારાઓને હૉમ આઇસોલેશનનો વિકલ્પ અપાય.

આજથી શરુ થયેલી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ , એરપોર્ટ અને ફ્લાઈટ્સ ની અંદરના અમુક ફોટા કંપાવી દેશે।

ફ્લાઈટમાં પેસેન્જર ને ફેસ ગાર્ડ ફરજીયાત પહેરવા પડેલા।

એર હોસ્ટેસ ને પણ ફરજીયાત પી.પી.ઈ. કીટ પહેરવી પડેલી છે.

એરપોર્ટ પર લાઈન બનાવડાવીને શિસ્તબદ્ધ પેસેન્જર ને ચેક કરવામાં આવે છે.

થર્મલ ચેકઅપ ફરજીયાત છે.

પેસેન્જર ને ફેસ શિલ્ડ માં અગવડ પડે છે પણ સમજે છે  કે આ એમની જ સલામતી માટે છે.

એર હોસ્ટેસ માટે પણ ઘણા નિયમો આવ્યા છે જેથી બધાની સુરક્ષા માટે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *