કોરોના ના કહેર વચ્ચે આખું વિશ્વ રસી શોધવા લાગી ગયું છે. કોઈ હજુ સુધી કોરોના વેક્સીન શોધવામાં સફળ થયું નથી. જે દેશ સૌથી પહેલા આ રસી શોધવામાં સફળ થશે એ દેશને ખુબ પ્રતિષ્ઠા અને પૈસો મળશે અને જેથી બધા જ દેશો કરોડો અબજો રૂપિયાના ખર્ચ સાથે સંશોધન માં પડ્યા છે અને ભારત પણ આમાં પાછળ નથી. ભારતને સિદ્ધિ અપાવવા માટે ગુજરાત ના વૈજ્ઞાનિકો પણ રાત-દિવસ મહેનત કરી રહ્યા છે ત્યારે અત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ એક ખુબ ગર્વ થાય એવી જાહેરાત કરી છે.

કોરોનાની રસી બનાવવા ખૂબ ઉપયોગી થાય તેવા 100થી વધારે કોવિડ19ના જીનોમ સિકવન્સ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે. ગુજરાત માટે ગૌરવની વાત છે કે, કોરોના વાયરસની સંરચના કેવી છે અને તેની પ્રકૃતિ કેવી છે અને તે કોની સામે અસરકારક નથી તે તમામનું સંશોધન ગુજરાતમાં ચાલી રહ્યુ છે.

GBRC દ્વારા જે સંશોધન થઈ રહ્યું છે તેમાં કોરોના વાયરસની રોગ ફેલાવવાની કેપેસિટી કેવા પ્રકારની છે. આ વાયરસ સામે કેવા પ્રકારની રસી બનાવી શકાય તેમજ હાલમાં વાયરસમા જે પરિવર્તનો જોવા મળ્યા છે તેના તારણોને આધારે કઈ કઈ દવાઓ ઉપયોગી થઈ શકે તે તમામનો ઉંડાણપૂર્વક અભ્યાસ ચાલી રહ્યો છે. આ અંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું છે કે ‘એ વાત જણાવતા ગર્વ થાય છે કે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ 100થી વધારે કોવિડ19ના જીનોમ સિકવન્સ શોધી કાઢ્યા છે. જે કોરોનાની દવા અને રસી બનાવવમાં ખૂબ જ મહત્વના સાબિત થશે.’ આમ ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે.

CM રૂપાણીની જાહેરાત: કોરોનાની રસી બનાવવા ખૂબ ઉપયોગી થાય તેવા 100થી વધારે કોવિડ19ના જીનોમ સિકવન્સ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા

ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું: કોરોના સંકટ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ મેળવી

કોરોના વાયરસની સંરચના કેવી છે અને તેની પ્રકૃતિ કેવી છે અને તે કોની સામે અસરકારક નથી તે તમામનું સંશોધન ગુજરાતમાં ચાલી રહ્યુ છે

Author: ‘ભવ્યા રાવલ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *