તમાકુના લીધે કેન્સર થાય છે એ વાત તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ. આમ છતાં ઘણા વ્યક્તિઓ તમાકુની બનાવટોના વ્યસનથી શિકાર થયેલા હોય છે અને તેમાં પણ આપણા ગુજરાતમાં સૌથી વધુ માવો ખાવાનું મહત્વ છે. ગુજરાતના બધા જ શહેરોમાં ભલે કઈ મળે કે ના મળે પણ માવો તો તમને અવશ્ય મળી જ રહેશે અને તેમાં પણ સૌરાષ્ટ્ર માવાનું આગવું કેન્દ્ર ગણવામાં આવે છે અહી રહેતા દરેક શહેરમાં દર ત્રીજી દુકાન તો તમને માવાની જ દેખાવા મળશે.

પણ આજે અમે તમને જે સત્ય ઘટના કહેવા જઈ રહ્યા છે તે માવો ખાવાથી કેન્સર થયાની ઘટનાની કોઈ વાત નથી કરી રહ્યા પરંતુ એક માણસના માવો ખાવાના વ્યસનના લીધે એક યુવતીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

આ ગંભીર ઘટના આપણા ગુજરાતમાં જ આવેલા રાજકોટ શહેરમાં બનેલી છે જ્યાં એક કાર ચાલક ચાલુ ગાડીએ માવાની પિચકારી મારવા ગયો અને પાછળ આવતી યુવતી તેના લીધે મૃત્યુ પામી હતી.

પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે રાજકોટના કુવાડવા રોડ ઉપર જકાતનાકા પાસે એક કાર ચાલક ચાલુ ગાડીએ પોતાનો દરવાજો ખોલી માવાની પિચકારી મારવા માટે ગયો અને આ સમય દરમિયાન જ પાછળથી આ તે જ સમય બ્રહ્માકુમારીના એક દીદી પોતાનું સ્કૂટર લઈને તેમની પાછળ આવી રહ્યા હતા. અચાનક દરવાજો ખુલતા તેમને પોતાના સ્કૂટરની બ્રેક લગાવી. પણ આ સમયે જ પાછળથી આવતી એક એસ.ટી.બસ દ્વારા તે દીદીને રહેશી નાખવામાં આવ્યા હતા જેમાં તેમનું આ ઘટના સ્થળે જ કરુણ નિધન થયું હતું.

આ આખી ઘટના એક માવાની પીચકારીના લીધે ઉત્પન્ન થઈ હતી જેમાં કર ચાલક પોતાની કાર મૂકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો ત્યારે એસ.ટી. બસનો ડ્રાઈવર પણ પોતાની બસ ઘટના સ્થળે મૂકીને જ ભાગી છૂટ્યો હતો. પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી કાર ચાલક તેમજ એસ.ટી. બસના ડ્રાઈવરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *