આજે બધાને સુંદર દેખાવું હોઈ છે, અને ઘણી છોકરીઓ તેના માટે બજારુ પ્રોડક્ટ નો પણ ઉપયોગ કરતી હોય છે પરંતુ બજારમાં મળતી પ્રોડક્ટ થી લાંબા ગાળે ચહેરા પર નુકશાન થઇ શકે છે. તેથી બની શકે તો ઘરેલું ઉપચાર નો જ ઉપયોગ કરવો જોઈએ. ત્વચાને હંમેશા સાફ રાખવી જોઈએ. તમારી ત્વચા ની સંભાળ રાખવા માટે આ ઘરેલું નુસ્ખા નો ઉપાયોગ કરી શકો છો, જે તમારી ત્વચા ને ચમકતી બનાવશે.

દહીં :

Image Credit : Social Media

જો તમારી ત્વચા ચીકણી હોય અને વારંવાર ચહેરો ધોવો પડતો હોય તો તમારે દરરોજ બે વખત માત્ર બે જ ચમચી દહીં લઈને તેનાથી ચહેરા પર માલીસ કરવી જોઈએ. માલીસ કરીને ચોખ્ખા પાણી થી ચહેરાની સફાઈ કરી લેવી. આવું કરવાથી તમારી ત્વચા એકદમ સાફ રહેશે.

ટામેટા :

Image Credit : Social Media

જણાવી દઈએ કે ચહેરા પર ટામેટા થી કુદરતી શુદ્ધિકરણ થાય છે. તેથી ટામેટાનો અડધો ભાગ લઈને તેને ચહેરા પર ઘસવો જોઈએ. જણાવી દઈએ કે ત્વચા માટે ટામેટા નો ઉપર ખુબ જ શ્રેષ્ઠ છે અને તેના થી ત્વચા સાફ પણ રહેશે અને હેલ્થી પણ રહેશે.

મુલતાની માટી :

Image Credit : Social Media

જણાવી દઈએ કે કે મુલતાની માટી સંપૂર્ણ પણે કુદરતી માટી હોવાથી તેનાથી ચહેરા પણ કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી. તમારી ત્વચા ચીકણી હોય તો તમે મુલતા ની માટી નું પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. પેસ્ટમાં કપૂરનો પાવડર પણ ઉમેરો. બની શકેતો રાત્રે સુતી વખતે આ પેસ્ટ ચહેરા પર લગાવો અને સવારે શુદ્ધ પાણીથી મોઢું ધોઈલો. મુલતાની માટીથી ચહેરો હંમેશા સુધ્ધ રહેશે.

પપૈયું :

Image Credit : Social Media

તમારી ત્વચા ચીકણી અને સૂકાયેલ હોય તો પપીયાને છુંદી ને તેમાં દૂધ નાખીને ચહેરા પર ધીરે ધીરે લગાવો. જણાવી દઈએ કે પપૈયું ચેહરા પર કાગવાથી ત્વચા ની સાથે સાથે ચહેરા પર રહેલા ડાઘ પ દુર થશે.

સ્ટ્રોબેરી :

Image Credit : Social Media

જણાવી દઈએ કે સ્ટ્રોબેરી માં રહેલ એન્ઝાઈમ નામનું તત્વ ચહેરા માટે ખુબ જ ફાયદાકારક છે. આ ઉપાય પણ સૌથી સરણ છે માત્ર બે ત્રણ સ્ટ્રોબેરી ને છુંદી ને તેને ત્વચા પર લગાવો 10 થી 15 મિનિટ માં સાફ પાણીમાં ધોઈલો. આવું કરવાથી તમારી ત્વચા ચમકદાર રહેશે.

લીંબુ અને નારંગી ની છાલ :

Image Credit : Social Media

ચહેરા પરની ગંદકી દુર કરવા માટે આ ઉપાય સૌથી શ્રેષ્ઠ છે. તેના માટે તમારે એક મિશ્રણ બનાવવાનું રહેશે. જેમાં તમારે દસ ચમચી બદામનું તેલ, દસ ચમચી ઓલીવ નું તેલ અને લીંબુનો રસ લઈને તેનું મિશ્રણ બનાવીને એક વાસણ કે બોટલ માં ભરીને રાખો. ત્યારબાદ નારંગી ની છાલ લઈને આ બોટલ માંથી માત્ર એક ચમચી મિશ્રણ કાઢીને ચહેરાને સાફ કરવો જોઈએ.

ચણાનો લોટ :

Image Credit : Social Media

ચણાનો લોટ સ્કિન માટે સૌથી જુનો ઉપાય છે. પહેલાના જમાનામાં પણ લોકો ચહેરાની ચમક અને સાફ કરવા માટે ચણાના લોટ નો ઉપાયોગ કરતા. ચણાના લોટને દહીંમાં નાખીને તેનાથી ચહેરા પર માલીસ કરવી જોઈએ. તમે ચણાના લોટને દૂધ માં પણ મિક્સ કરી શકો છો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *