આપણી નજીકમાં કોઈ બાળક સતત રડવાનો અવાજ આવે તો પણ આપણે વધુ પ્રમાણમાં ભાવ વિભોર બની જતા હોઈએ છીએ. કેમ કે બાળકો સૌને ગમતા હોય છે. પણ આ બધાની વચ્ચે એક એવી ઘટના સામે આવી જે સાંભળી તમારા બધાના હોશ સાચેજ ઉડી જશે.

આ આખી ઘટના એ મા-દીકરીઓની છે જે સાંભળીને જ તમારા રૂવાંડા ઉભા થઇ જાય. કોલ્હાપુરની આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. આ મા દીકરીઓએ ભેગા મળી એક બે કે પાંચ દસ નહીં, પરંતુ 42 માસુમ બાળકોની હત્યા કરી તેમને ફેંકી દીધા છે અને તે પણ પોતાના નિજી સ્વાર્થ માટે. કોઈ આટલું ક્રૂર કેવી રીતે હોઈ શકે ? એ પણ એક વિચાર કરી શકાય એવી બાબત છે.

અંજના ગાવિત નામની એક યુવતીએ બે મેરેજ કર્યો અને તેના બંને પતિ તેને છોડીને ત્યાંથી ચાલ્યા ગયા. બંને પતિથી એને એક એક બાળકીઓ જન્મી. એક છોકરીનું નામ રેણુકા અને બીજીનું નામ સીમા હતું. બંને બાળકીઓને લઈને તે પોતાનું પેટ ભરવા માટે ભીખ માંગી અને માણસોના ખિસ્સા કાપી નિર્વાહ કરતી જયારે સીમા અને રેણુકા થોડા મોટા થયા ત્યારે તેમને પણ ભીખ માંગતા અને ખિસ્સા કાપતાં શીખવી દીધું.

એક દિવસ અંજના જયારે રસ્તામાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેને એક 18 મહિનાનું માસૂમ બાળક જોવા મળ્યું. આ બાળક પણ રસ્તામાં ભીખ માંગતી કોઈ યુવતીનું હતું. અંજનાએ આ બાળકને ઉઠાવી લીધું અને એને વેચી સારા પૈસા કમાવવાનો વિચાર કર્યો. રસ્તામાં આગળ જતાં મન્દિર પાસે કોઈનું ખિસ્સું કાપતા તે પકડાઈ ગઈ. લોકોના મારથી અને પોલીસથી બચવા માટે પોતાની સાથે રહેલા એ બાળકને તેને નીચે નાખી દીધું જેના લીધે વધુ લોકોનું ધ્યાન એ તરફ જાય. એ બાળકના માથામાંથી લોહી નીકળવા લાગ્યું અને અંજના જોર જોરથી કહેવા લાગી કે “એક બાળકની મા ચોરી ના કરી શકે.” લોકોને બાળકને જોઈને દયા આવવા લાગી અને તેને ચોરી નથી કરી એમ માની ત્યાંથી ચાલ્યા ગયા. અંજના પણ આ તકનો લાભ ઉઠાવી બાળકને ત્યાંથી લઈને નીકળી ગઈ. સીમા પણ આ ઘટનામાં અંજનાની જોડે જ હતી.

માથામાં વાગવાના લીધે એ બાળકને અચાનક લોહી નીકળતું હતું જેના લીધે તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યું. અંજનાને મનમાં એવું થયું કે જો આ બાળક એની જોડે રહેશે તો તે જલ્દી પકડાઈ જશે અને તેથી જ તેને એ બાળકને મારી નાખવાનું છેલ્લે વિચાર્યું. એક ડરાવની જગ્યા ઉપર જઈને વીજળીના થાંભલા પાસે ઉભા રહી અંજનાએ બાળકના બંને પગ પકડીને બાળકનું માથું થાંભલામાં અચોંતું પછાડ્યું અને ત્યાં સુધી પછાડતી રહી જ્યાં સુધી એના શરીરમાંથી પ્રાણ ના નીકળી જાય. બાળકને મારી નાખ્યા બાદ તેની લાશને પણ તેને ત્યાં જ જગ્યા પર નીચે દબાવી દીધી.

આ ઘટના પછી એ અંજાનાને થયું કે બાળક જોડે હશે તો થોડી સહાનુભૂતિ મળશે બસ આજ વાત વિચારીને આ ત્રણે મા દીકરીઓ બાળકો ચોરવા લાગી તથા પોતાનું કામ પૂરું થયા પછી બાળકોને મારી નાખી સુમસાન જગ્યા પર ફેંકી દેવા લાગી. આ લોકો 4 વર્ષથી નાના અને ઝુપડપટ્ટી કે ભીખ મંગાવા વાળાના જ બાળકોના અપહરણ કરતા જેના લીધે કોઈ પોલીસ કાર્યવાહી ના થાય. જ્યાં પણ ચોરી કરવા માટે જાય ત્યાં બાળકોને જોડે લઇ જતા અને પકડાઈ જાય તો બાળકોને જમીન ઉપર પછાડી દેતા જેના લીધે લોકોનું ધ્યાન એ બાળક બાજુ જાય. પોતાનું કામ પૂરું થઇ ગયા પછી તે બાળકને પછાડીને જ મારી નાખતા. આ બધાની વચ્ચે તો એક બાળકીને તો ગળા ઉપર પગ મૂકીને પણ મારી નાખી હતી જયારે એક બાળકીના બંને પગ પકડી તેનું માથું પાણીમાં ડુબોવીને મારી હતી.

આ મા દીકરીઓ એ ભેગા મળીને 1990 થી લઈને 1996 સુધીમાં ટોટલ 42 બાળકોને આ રીતે મોતને ઘાટ ઉતાર્યા હતા. અંજના જયારે પોતાના બીજા પતિ પાસે ગઈ ત્યારે તેના બીજા પતિએ પણ મેરેજ કરી લીધા હતા. તેને પણ એક 9 મહિનાની બાળકી હતી. અંજનાએ એ 9 મહિનાની બાળકીને પણ મોતને ઘાટ ઉતારી દીધી ત્યારપછી આખો કિસ્સો બધાની સામે આવ્યો હતો.

આ બધી જ મા દીકરીઓને પુણેની યરવડા જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે. જેમાં અંજનાનું તો કેટલાક સમય પહેલા જ એક બીમારીમાં મોત થઈ ગયું પણ તેની બંને દીકરીઓ રેણુકા અને સીમા આજે પણ ફાંસીની રાહ જોઈ રહી છે. જેમની ફાંસીની હજુ કોઈ તારીખ નક્કી કરવામાં નથી આવી. સેશનકોર્ટમાં તેમની ફાંસીની સજા સંભળાવ્યા પછી તે બંનેને સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટમાં પણ અપીલ કરી પણ બંને બાજુથી કોઈ રાહત આપવામાં આવી નહીં. 2014માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સામે પણ ક્ષમા યાચિકા દાખલ કરવામાં આવી પરંતુ તેમના બાજુથી પણ કોઈ સહાય આપવામાં આવી નહિ. તેમને કરેલા ગુન્હા માટે ફાંસીની સજા જ તેમના માટે યોગ્ય છે એમ કહેવામાં આવ્યું.

આ બધાની વચ્ચે સીમા અને રેણુકાને જો ફાંસી આપવામાં આવશે તો એ આઝાદ ભારત પછીની પ્રથમ એવી યુવતીઓ હશે જેમને ફાંસી આપવામાં આવી હશે. આ માં દીકરીઓના જીવન ઉપર એક મૂવી પણ બની છે “પોશમ પા”. જે Zee5 દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *