બોલીવુડના જગતના પાત્રો મોટાભાગે કેમેરામાં કૈદ થતા રહે છે પણ તેઓના ફેમિલી વિશે ખુબ ઓછા લોકો જાણકાર હોય છે. તેવામાં રક્ષાબંનધનનો તહેવાર નજીક છે તથા આ ખાસ અવસર પર અમે તમને બોલિવુડની કેટલીક હિરોઇનોના ભાઈ વિશે કહીશું જેઓ હંમેશા લાઇમલાઈટથી હમેશા દૂર રહે છે અને કરોડોનો બિઝનેસ સંભાળી રહ્યા છે.

1. પ્રિયંકા ચોપરા-સિદ્ધાર્થ ચોપરા:

પ્રિયંકા ચોપરાના સગો ભાઈ સિદ્ધાર્થ ચોપરા પણ કેમેરાથી હમેશાં માટે દૂર રહેવાનું પસંદ કરે છે.સિદ્ધાર્થ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં કામકાજ કરે છે, સ્વિટ્ઝરલેન્ડથી શેફની ટ્રેનિંગ લઇ ચૂકેલા સિદ્ધાર્થનો પુણેમાં એક પબ લાઉન્જ મગશૉટ કૈફે પણ છે.

2.પરિનીતી ચોપરા-શિવાંગ અને સહજ ચોપરા:

જ્યા એક બાજુ પરિનીતિ બોલીવુડ જગતની એક સુંદર હિરોઈન છે જ્યારે તેના ભાઈ શિવાંગ તથા સહજને બોલીવુડ જગતમાં કોઈ જ દિલચસ્પી નથી. સહજ ચોપરા કુકીઝનો બિઝનેસ કરે છે અને મૂવીમાં વ્યસ્ત રહેવા છતાં પણ પરિનીતિ પોતાના ભાઈને કૂકીઝ બિઝનેસમાં સહાય કરે છે.

3.અનુષ્કા શર્મા-કર્ણેશ શર્મા:

હિરોઈન અનુષ્કા શર્માને જ્યારે પણ કોઈ તકલીફ આવે છે ત્યારે તેના ભાઈ ગણેશ શર્મા તેની જોડે ઉભા રહે છે.પર્સનલ જીંદગી હોય કે પછી પ્રોફેશનલ લાઈફ હોય બંન્ને બાબતમાં કર્ણેશ શર્મા અનુષ્કાને સાથ સહકાર આપતા આવ્યા છે.કર્ણેશ અન્ડર 19 રણજી ક્રિકેટ ટીમનો ભાગ પણ રહી ચુક્યા છે.કર્ણેશ શર્મા ક્લીન સેટ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસના કો-ફાઉન્ડર પણ છે.

4.સુષ્મિતા સેન-રાજીવ સેન:

સૌથી જૂના મિસ યુનિવર્સ રહી ચુકેલી હિરોઈન સુષ્મિતા સેન ઘણા લાંબા સમયથી મૂવી થી દૂર છે જો કે તે સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. રાજીવ સેન દુબઈમાં રહે છે અને મોટાભાગે પોતાની બહેનને મળવા માટે મુંબઈ અવારનવાર આવતા જતા રહે છે.

5. ઐશ્વર્યા રાઈ-આદિત્ય રાઈ:

ઐશ્વર્યા રાઇને તો સૌ કોઈ ઓળખે છે પણ તેના ભાઈ આદિત્ય રાઈ મોટાભાગે લાઇમલાઈટથી બને એટલા દૂર જ રહેવાનું પસંદ કરે છે.ઐશ-આદિની બોન્ડિંગ ખુબ જ સારી છે.આદિત્ય રાઈ મર્ચેન્ટ નેવી માં એન્જીનીયર હતા અને હવે તે ફિલ્મ પ્રોડક્શન માટે પણ આગળ વધી રહ્યા છે. આદિત્ય ઘણી ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી ચુક્યા છે. આદિત્યએ મૉડલ શ્રીમા રાય સાથે લગ્ન કર્યા હતા અને હાલ તેઓનો એક દીકરો પણ છે. ફિલ્મ દિલ કા રિશ્તા આદિત્યએ જ પ્રોડ્યુસ કરી હતી, જેમાં ઐશ્વર્યા રાઈ મુખ્ય ભૂમિકામાં હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *