ખરતા કે તુટતા વાળથી છુટકારો મેળવવા રોજ કરવા આ 3 યોગાસન :

તમને સાંભળીને નવાઈ લગતી હશે કે વાળ ને અને યોગાસન ને શું સંબંધ?? પણ હા, ઘણા લોકોને રોજ ઘણા બધા વાળ કરતા હોય છે પરંતુ તે આ વાતને સીરીયસલી લેતા નથી એવામાં આવનાર એક બે વર્ષમાં તેને ટાલ પડી જાય છે અથવા માથા પર અડધા વાળ થઇ જાય છે. પરંતુ જો તમે નિયમિત આ ત્રણ યોગાસન કારસો તો તમારા વાળ ખરવાના બંધ થશે અને વાળ મજબુત થશે.

હસ્તપાદાસન :

Image Credit : Social Media

હસ્તપાદાસન થોડું અઘરું લાગશે અને જાડા લોકોને થોડું ભારે પડશે પરંતુ આ વાળ ખરતા હોય એવા લોકો માટે શ્રેષ્ટ યોગાસન છે. આ આસનમાં તમારે પહેલા એકદમ સીધું ઉભું રહેવું ત્યારબાદ આ ફોટામાં દર્શાવ્યા પ્રમાણે બંને હાથને એકસાથે આગળ લાવવા અને જેટલું નીચે જુકી શકાય એટલું જુકવું. જણાવી દઈએ કે આ આસન વખાણ ઘટાડવા અને ઉંચાઈ વધારવા જેવા અન્ય ફાયદો પણ આપે છે.

સર્વાગાસન :

Image Credit : Social Media

આ આસન પણ અમુક લોકોને શરૂઆત માં થોડું અઘરું લાગશે પરંતુ પ્રેક્ટીસ કરતા કરતા આવડી જશે, જો શરૂઆતમાં પ્રોબ્લેમ્સ થતી હોય તો કોઈ દિવસ નો સહારો લઈને આ આસનની પ્રેક્ટીસ કરવી. આ આસન તમે ફોટોમાં જોઈ શકો છો, પહેલા તમે જમીન પર સુઈ જાવ ત્યારબાદ બંને પગને એક સાથે ધીરે ધીરે ઉપર કરો. તેમજ તમારા બંને હાથને કમર પર ટેકા તરીકે રાખો. આ આસન દરરોજ કરવું બની શકે એટલી વખત આ પોઝીશન માં રહેવું. આ આસન થી શરીર માં બ્લડ સર્ક્યુલેશન થઇ જશે અને તેનાથી વાળ મજબુત થશે.

અધોમુખ આસન :

Image Credit : Social Media

આ ત્રણેય માં સૌથી છેલ્લું અને સહેલું આસન છે, તમે આ આસન આસાનીથી કોઈ પણ પ્રેક્ટીસ કર્યા વગર પણ કરી શકો છો. ફોટોમાં તમે આ આસન ની પોઝીશન જોઈ શકો છો, પહેલા જમીન પણ ઊંઘું સુઈ જવું અને ત્યારબાદ હાથ અને પગ બંને પર જોર લગાવીને અધર થવું પરંતુ માથું નીચે રાખવું. આ આસન દરરોજ તમને યોગ્ય લાગે એટલી વખત કરવું અને વધુમાં વધુ ૩ થી 4 મિનિટ આ આસન ની પોઝીસન માં રહેવું. જણાવી દઈએ કે આ આસન થી ખરતા વાળની સાથે સાથે કમર ના દુખાવા પણ દુર થશે.

Image Credit : Social Media

આ ઉપાય સિવાય હેર મસાજ થી પણ વાળ મજબુત થશે અને તુટતા કે ખરતા વાળ ની સમસ્યા થી છુટકારો મળશે. જણાવી દઈએ કે કપાલભાતિ આસન પણ આના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શક્ય હોય તો સવારે ફ્રેસ થતી વખતે 5 થી 10 મિનિટ Anulom Vilom કરો.

Image Credit : Social Media

તેના સિવાય ખોરાકમાં કાળજી રાખો, તણાવ મુક્ત રહો. ભોજન સમયસર કરો અને બની શકે તો ડીનર નો ટાઈમ રાત્રે 8 પહેલાનો રાખવો. જમવાનું હેલ્થી લેવું. જો તમને ભાવતું હોય તો સુતા પહેલા થોડું થોડું ગરમ કરીને એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. જેનાથી શરીરમાં શક્તિ વધશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *