ગુજરાત સરકાર દ્વારા આત્મ નિર્ભર ભારત માટે વિવિધ લોનની જાહેરાત કરવામાં આવી છે જેના અંતર્ગત વિવિધ ફોર્મ પણ ભરવા માટે માહિતી બહાર પાડવામાં આવી છે.

Photo Credit

૧ લાખ રૂપિયા ની લોન નાના વેપારીઓ ને કંઈ રીતે મળશે?
સૌ પ્રથમ તો તમે 1.1.2020 તારીખે પણ ધંધો કરતા હોવાના પ્રૂફ મા
SMSE રજિસ્ટ્રેશન અથવા પ્રોેશનલ ટેક્ષ રજિસ્ટ્રેશન અથવા
કરંટ એકાઉન્ટ ધરાવતા હોવ અથવા ઈનકમ ટેક્ષ મા બિઝનેસ ની આવક દર્શાવેલ હોય તે જરૂરી છે.

Photo Credit

( ૧ ) લાભ કોને કોને મળશે ?
નાના અને મધ્યમ વર્ગ ના વેપારી, સ્વરોજગાર કરતા લોકો જેવા કે – દુકાનદાર, ફેરિયા, રિક્ષાચાલક, પ્લમ્બર વગેરે..

( ૨ ) ફોર્મ ક્યારે મળશે ?
૨૧-૫-૨૦૨૦ થી નક્કી કરેલી સંસ્થાઓ માથી વિનામૂલ્યે મળશે

( ૩ ) કંઈ કંઈ સંસ્થા લોન આપી શકે ?
જિલ્લા સહકારી બેંક, અર્બન કો ઓપ બેંક અને ક્રેડીટ કો ઓપ. સોસાયટીઓ

Photo Credit

( ૪ ) સરકાર દ્વારા રજૂ કરાયેલા નિયમો ?
કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / સ્થાનિક સત્તમંડળ નાં કર્મચારી ના હોય, કોઈપણ બેંકના કર્મચારીઓ ના હોય અને સરકારી / અર્ધ સરકારી સંસ્થાઓ માં કરાર આધારિત નોકરીના હોવી જોઇએ

૦૧-૦૧-૨૦૨૦ નાં રોજ ચાલુ હોય એવાં જ વ્યવસાય કરતા લોન માટે એપ્લાઈ કરી શકે. ( નવા રજિસ્ટ્રેશન ને નહિ) મતલબ વ્યવસાય નું રિટર્ન ભરેલું હોવું જોઈએ અથવા કરંટ એકાઉન્ટ હોવું જોઈએ.

Photo Credit

( ૫ ) લોન ભરપાઈ કરવા ની મેથડ ?
૩ વરસ નાં સમયગાળા માટે લોન, વાર્ષિક ૮% નાં વ્યાજદરે લોન – જેમાંથી ૬% રાજ્ય સરકાર અને ૨% લોન અરજદાર વ્યાજ ની ચુકવણી કરશે. લોન શરૂ થવાના ૬ મહિના સુધી કોઈ હપ્તા ની ચુકવણી કરવાની રહેશે નહી

૬ મહિના પછી ૩૦ સરખા હપ્તા માં અંદાજે ૩૫૪૦/- લગભગ ચુકવણી કરવાની રહેશે, સ્ટેમ્પ ડયુટી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવા માં આવશે.

( ૬ ) અરજી કરવાની છેલ્લી તારીખ ?
૩૧-૮-૨૦૨૦ સુધી માં ફોર્મ બેંક માં જમા કરાવી શકાય આ સિવાય ૩૧-૧૦-૨૦૨૦ સુધીમાં તમામ અરજી નો નિકાલ થઈ જશે.

૧૫-૧૧-૨૦૨૦ સુધી માં લોન ની રકમ મળી જશે.

Photo Credit

( ૭ ) ડોક્યુમેન્ટ ??
આધાકાર્ડ, રેશનિંગ કાર્ડ, ચૂંટણી કાર્ડ, છેલ્લું વીજળી બિલ, બેંક પાસબુક ની ઝેરોક્ષ, વ્યવસાય નો પુરાવો અથવા બાહેંધરી પત્ર, દરેક ની ૨-૨ નકલ રાખવી.

માહિતી આપવાનો મારો ઉદ્દેશ માત્ર જરૂરિયાતવાળી વ્યક્તિ ને મદદરૂપ થવાનો છે. આશા રાખું છુ કે માહિતી ઉપયોગી થાય.

Source : Vipulbhai Shah

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *