શનિ જયંતી શનિ મહારાજ નાં જન્મોત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસોમાં શનિ ની ફેવરીટ વસ્તુનું સેવન કરવાથી ફાયદા થાય છે. આજે શનિ જયંતી છે અને આ દિવસે અમાવસ હોવાથી દરવર્ષે વત સાવિત્રી નું વ્રત પણ પરણિત મહિલાઓ રાખે છે. શનિ દેવ નો કલર કાળો હોવાથી તેને કાળી વસ્તુ ખુબ જ પસંદ છે. તેમાંથી એક છે કાળા ચણા. શનિ જયંતી પર કાળા ચણા ખાવાનું વિશેષ મહત્વ હોય છે, મહિલાના વ્રતમાં પણ પણ તેને મહત્વ છે. ચાલો જાણીએ કલા ચણા ખાવા નું મહત્વ અને તેની સાથે જોડાયેલ કહાની…

Image credit : Social media

માનવામાં આવે છે કે શનિવારે અને શનિદેવ જયંતી ના દિવસે કાળા ચણા ખાવાથી શનિ દોષ દુર થઇ જાય છે, જે લોકો પણ શનિની સાથેસાતી ચાલે છે તેને દર શનિવારે કાળા ચણા ખાવા જોઈએ અને દાન પણ કરવા જોઈએ. આજે અમે તમને વડ સાવિત્રી નાં વ્રત સાથે જોડાયેલ ચણાની વિચિત્ર કથા વિશે જણાવીશું…

વડ સાવિત્રી વ્રતમાં ચણાનું મહત્વ :

Image credit : Social media

વડ સાવિત્રીના વ્રતમાં પીપળા ના ઝાડ નું અને ભીના ચણા નું ખુબ જ મહત્વ હોય છે. કાળા ચણાને આગલી રાતે પલારવામાં આવે છે અને સવારે તેનો ઉપયોગ પ્રસાદ ના રૂપમાં કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે યમરાજે ચણાના રૂપ માં જ સાવિત્રીના પતિ સત્યવન ને પુનઃ જીવિત કર્યા હતા. ચાલો જાણીએ આ ચમત્કાર પાછળ ની કહાની..

પતિવ્રતા સાવિત્રી :

Image credit : Social media

પદ્મ પુરાણ અને ભવિષ્ય પુરાણ માં જણાવવામાં આવ્યું છે કે જેઠ માસ ની અમાવસ ના દિવસે યમરાજ પતિવ્રત સાવિત્રી ના પતિ સત્યવાન ના પ્રાણ લેવા આવ્યા હતા. પૌરાણિક કથામાં જણાવ્યું છે કે જયારે યમરાજ સત્યવાન નાં પ્રાણ લઈને યમલોક તરફ જતા હતા ત્યારે સાવિત્રીએ તેના પતિ ના મૃત શરીર ને પીપળાના ઝાડ નીચે રાખીને તે પણ તેની પાછળ ચાલી ગઈ. જતા પહેલા તેને પીપળાના ઝાડ ને તેના પતિની રક્ષા કરવાનું કહેતી ગઈ હતી. કહેવામાં આવે છે પીપળાના ઝાડે તેની રક્ષા પણ કરી હતી.

તેના પથ પર અડગ રહી સાવિત્રી :

Image credit : Social media

યમરાજે સાવિત્રીને તેની પાછળ આવતી જોઇને તેને ડરાવી ધમકાવી ને પરત જવા માટે કહ્યું પરંતુ સાવિત્રી તેના પથ પર એકદમ અડગ રહી અને કંઈ જ બોલ્યા વિના તેની પાછળ પાછળ ચાલતી રહી. આખરે યમરાજ થાક્યા અને તેને કહ્યું કે તું તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માંગી લે.

સાવિત્રીની ભાવના સામે યમરાજ ની હાર :

Image credit : Social media

 

સાવિત્રી માત્ર પતિવ્રતા જ નહોતી તે ખુબ જ સમજદાર પણ હતી. તેને યમરાજ પાસેથી પહેલા વરદાનમાં તેના અંધ સાસુ-સસરા ની રોશની માંગી લીધી. યમરાજે એ આપી દિધી. ત્યારે યમરાજે તેને પરત જવા માટે કહ્યું પરંતુ સાવિત્રી માની નહિ તે પાછળ પાછળ ચાલવા લાગી. યમરાજે ફરી વરદાન માંગવા નું કહ્યું સાવિત્રી એ એક પછી એક ત્રણ વરદાન માંગ્ય અને છેલ્લા વરદાન માં તેને સૌ પુત્રો ની માં થવાનું વરદાન માંગ્યું. યમરાજને મજબુરીમાં આ વરદાન આપવું પડ્યું અને તેના પતિ ના પ્રાણ પણ પરત કરવા પડ્યા.

ચણાના રૂપમાં મળ્યા સત્યવાન ને પ્રાણ :

Image credit : Social media

યમરાજે સત્યવાન ને ચણાના રૂપમાં પ્રાણ પરત કર્યા. સાવિત્રીએ આ ચણા તેના પતિના મુખ માં નાખ્યા તો સત્યવાન ના શરીરમાં ફરીથી પ્રાણ અવી ગયા. તેથી સ્ત્રીઓ સાવિત્રી અને સત્યવાન વડ સાવિત્રીનું વ્રત રાખે છે. અને તેના પતિની વધુ ઉંમર ની માંગણી કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *