કોરોના ના કહેર વચ્ચે લોકડાઉન ૪ શરુ થઇ ગયું છે જે ૩૧ મે સુધી ચાલુ રહેવાનું છે ત્યારે રાજ્ય સરકારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઘણી છૂટછાટ આપી છે. રાજ્યના મોટા ભાગના શહેર, ગામોમાં લોકડાઉન ખુલી ગયું એવી જ પરિસ્થિતિ છે અને 8 થી 4 સુધી ઓલ-ઇવન પ્રમાણે બજારો ખુલી રાખવાની છૂટછાટ આપવામાં આવી છે.

આ સાથે આજે ફરીથી રાજ્ય સરકાર દ્વારા આ નિયમોમાં છૂટ મળી છે. મળતા સમાચાર મુજબ, આજથી રાજ્ય ના જરૂરી વસ્તુઓના વેપારીઓ ને આ ઓડ-ઇવન સિસ્ટમ માંથી પણ છૂટ મળી છે. એટલે કે દૂધ, છાશ, કરિયાણું વિગેરે વેપારીઓ હવેથી દરરોજ દુકાનો ખોલી શકશે.

પણ આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો ખોલવા પર હજુ ઓડ-ઇવન નિયમો લાગુ પડશે જ. એમાં કોઈ જ છૂટછાટ નથી. કોર્પોરેશન દ્વારા લગાવેલા એક અને બે નંબર પ્રમાણે એકી-બેકી સિસ્ટમ નું પાલન કરવાનું રહેશે.

આવશ્યક વસ્તુઓ ની દુકાનો રોજ ખુલી શકશે પણ 8 થી 4 દરમિયાન જ ખુલશે અને આ દરમિયાન, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વિગેરે નિયમો જે છે અને ભીડ ના થવા દેવી વાળા નિયમો લાગુ પડશે જ. એમાં કોઈ જ છૂટછાટ નહિ મળે.

આ સાથે સરકારે જાહેરનામા માં એ પણ ઉલ્લેખ કરેલ છે કે પેટ્રોલ પમ્પ ધારકો પણ કોઈ નિયમ બાધ વગર પમ્પ ખુલા રાખી શકશે પણ ત્યાં પણ સોશ્યલ ડીસ્ટન્ટ અને માસ્ક નો ઉપયોગ ફરજીયાત રહેશે.

પણ મિત્રો, આપણે હજુ સરકારે આપેલ નિયમો ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નથી કરતા, ભીડભાડ ઉભી કરીએ છીએ. તો પ્લીઝ આપણે સરકાર ને કોરોના સામેની લડતમાં શક્ય એટલી મદદ કરીએ અને કોરોના ને માત આપીએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *