અમેઝોન વેબ સીરીઝ પાતાળ લોક રીલીઝ થઇ એને હજુ થોડા દિવસ જ થયા છે પરંતુ તેની ચર્ચા ચારો તરફ છે. ફિલ્મની કહાની ને અને કિરદારો ને દર્શકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. પરંતુ હવે આ વેબ સીરીઝ વિવાદો માં ફસાતી જોવા મળે છે. લોયર ગીલ્ડ મેમ્બર વીરેન સિંહ ગુરુંગ એ સીરીઝ ની પ્રોડ્યુસર અનુષ્કા શર્માને લીગલ નોટીસ મોકલી છે.

18 મેં ના રોજ મોકલવામાં આવેલ આ નોટીસ માં વીરેન સિંહ એ આરોપ લગાવ્યો છે કે વેબ સીરીઝ માં જાતી સૂચક શબ્દો નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં પુરા નેપાળી સમુદાય નું અપમાન થયું છે. વીરને કહ્યું કે સીઝન એક ના એપિસોડ બીજા માં 3 મિનિટ અને 41 સેકંડ પર પુછતાછ દરમિયાન શો માં મહિલા પોલીસ નેપાળી કિરદાર પર જાતીવાદી ગાળ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વીરેન એ જણાવ્યું કે તેને નેપાળી શબ્દ ના ઉપયોગ થી કોઈ વાંધો નથી પરંતુ તેના પર જે શબ્દ કહેવામાં આવ્યો છે તેના પર તેને વાંધો છે. નેપાળી 22 અનુસુચિત ભાષા માંથી એક છે અને ભારતમાં દોઢ કરોડ થી વધુ લોકો છે જે સામાન્ય રીતે નેપાળી ભાષા બોલે છે. ગોરખા સમુદાય સૌથી મોટો નેપાળી ભાષી સમુદાય છે અને આ સમુદાય નું સીધું અપમાન છે.

વીરેન એ એક ઓનલાઈન અરજી પણ કરી છે. તેમાં તેને કહ્યું છે કે રચનાત્મક સ્વતંત્રતા ના નામે નાસ્લવાદી હમ્લાનો સ્વીકાર કરી શકીએ છીએ. તેથી અમે આ મામલામાં સુચના અને પ્રસારણ મંત્રલય નાં હસ્તક્ષેપ નો વિરોધ કરીશું. તેની સાથે જ વીરેન એ અમેઝોન અને પ્રોડ્યુસર અનુષ્કા શર્મા ને માફી માંગવાનું પણ કહ્યું.

 

જણાવી દઈએ કે પાતાળ લોક માં જયદીપ અહલાવત, નીરજ કાબી, અભિષેક બનર્જી, સ્વસ્તિક મુખર્જી, નિહારિકા, જગજીત, ગુલ પનાગ જેવા કલાકારોએ કામ કર્યું છે. આ વેબ સીરીઝ ને સુદીપ શર્મા એ લખી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *