લિફ્ટ માંથી બટન કરી દીધા દૂર
લિફ્ટના બટનો સાથે રમત કરનારા પણ હવે એજ બટન દબાવે છે જે ફ્લોર પર તેમને પહોંચવું હોય છે. કારણ કે હાલમાં કોરોના વાયરસનો ભય રહે છે. હા, હવે લોકો લિફ્ટમાં જતી વખતે ખિસ્સામાં માચીસ અથવા દાંતની સળી રાખે છે જેથી તમે આંગળીને બદલે તેની મદદથી બટન દબાવી શકાય. આનો અર્થ એ થશે કે તેઓ બટનને સ્પર્શ કર્યા વિના તેમના લક્ષ્યસ્થાન પર પહોંચશે અને કોરોનાથી બચી શકશે. જો કે, થાઇલેન્ડમાં એક મોલમાં આ સમસ્યાને દૂર કરી છે. તેઓએ લિફ્ટમાં પેડલ્સ લગાવ્યા. મતલબ, હવે લોકોને હાથથી બટનો દબાવવા નહીં પડે, પરંતુ પગથી લિફ્ટને કમાંડ આપી શકશે.

Photo Credit

લિફ્ટમાં લગાવવામાં આવ્યા પેડલ્સ
રોઇટર્સના એક અહેવાલ મુજબ, બેંગકોકમાં ગ્રાહકો જ્યારે સીકન સ્ક્વેર મોલની લિફ્ટમાં પ્રવેશ્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે તેમની એ લિફ્ટમાં બટનોને બદલે પેડલ્સ હતા. તેને લિફ્ટનો આ ફેરફાર ગમ્યો. લિફ્ટમાં ઉપર અને નીચે જવા માટે હવે કોઈપણ બટનને હાથથી દબાવવા નહીં પડે. ફક્ત પગ વડે પેડલ્સ પર થોડુંક દબાણ કરો અને ફ્લોર સુધી પહોંચો.

Photo Credit

લોકોને આ વિચાર ગમ્યો
આ વિશે એક ગ્રાહકે કહ્યું, “તેઓએ ખૂબ સારું કામ કર્યું. હવે વધુ સુરક્ષિત લાગે છે. કારણ કે હવે મારે હાથ ક્યાંય વાપરવાના નથી. ”તમને જણાવી દઇએ કે, કોરોના વાયરસથી બચવા માટે આ એક સારો પ્રયાસ છે. ખરેખર, મોલ અને ઓફિસ જેવા સ્થળોએ ઘણા લોકો લિફ્ટનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, અન્ય વ્યક્તિને પણ ચેપ લાગતા કોરોનાથી ભય થઈ શકે છે.

Photo Credit

થાઇલેન્ડમાં શરૂ થયું માર્કેટ
લોકડાઉનનો બીજો તબક્કો થાઇલેન્ડના લોકોને કોરોના કેસમાં ઘટાડા બાદ થોડી રાહત લાવ્યો છે. રવિવાર, માર્ચ પછી પહેલીવાર ઘણા મોલ અને ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ ખોલવામાં આવ્યા હતા. થાઇલેન્ડમાં, 3,034 લોકો કોરોનાથી ચેપ ગ્રસ્ત વ્યક્તિઓ છે. જ્યારે 56 ના મોત નીપજ્યાં છે.

Photo Credit

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *