ફિલ્મના કિરદાર ની માંગ મુજબ બોલીવુડ સ્ટાર્સ પોતાને અલગ અલગ રંગ રૂપમાં ઢાલ આપે છે. ક્યારેક તેને વજન વધારવો પડે છે તો ક્યારેક 6 પેક બનવા પડે છે. તેમજ જવાની થી લઈને વૃદ્ધ સુધીના દરેક કિરદાર ને નિભાવવા માટે કિરદારો મેકપ નો ઉપયોગ કરે છે. ઘણા સિતારાઓ એવા છે જેને એક જ ફિલ્મમાં મલ્ટી પ્લે રોલ એટલે કે અલગ અલગ કિરદાર નિભાવ્યા છે, આજના આ આર્ટીકલ માં આપણે એવા જ સ્ટાર્સ વિશે વાત કરવાના છીએ જે એક જ ફિલ્મમાં અલગ અલગ લૂકસ માં જોવા મળ્યા અને સફળતા પણ મેળવી.

અમિતાભ બચ્ચન :

image Credit : Social media

જો કહેવામાં આવે કે અમિતાભ બચ્ચાને 1973 માં આ ટ્રેન્ડ ની શરૂઆત કરી હતી તો પણ ખોટું નથી. જણાવી દઈએ કે ફિલ્મ ‘બાંધે હાથ’ માં અમિતાભ બચ્ચને બે કિરદાર નિભાવ્યા હતા. એક બાજુ તે સીધા સદા કવિ બન્યા હતા અને બીજો કિરદાર ચોર નો નિભાવ્યો હતો.

સંજીવ કુમાર :

image Credit : Social media

ફિલ્મ ‘નયા દિન નઈ રાત’ માં સંજીવ કુમાર 9 અલગ અલગ કિરદાર માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 1974 માં રીલીઝ થઇ હતી. સંજીવ ના નૌ કીર્દારોમાં (શ્રંગાર, કરુણ, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, વીભત્સ, અદ્રુત અને શાંત) જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં નિભાવવા માં આવેલ સંજીવ કુમાર ના કિરદાર નાં વખાના આજે પણ થાય છે.

ઋતિક રોશન :

image Credit : Social media

વર્ષ 2006 માં ઋતિક રોશન, અભિષેક બચ્ચન, ઉદય ચોપડા અને એશ્વર્યા રાય વગેરે સ્ટાર્સ ની ફિલ્મ ધૂમ 2 રીલીઝ થઇ હતી. ફિલ્મમાં ઋતિક રોશન એક ચોરના કિરદાર માં હતા. ચોરી કરવા માટે ઋતિક રોશન ઘણા અલગ અલગ રૂપ માં જોવા મળ્યા હતા. મહિલાથી લઈને વૃદ્ધ સુધીના દરેક કિરદાર ઋતિક એ સારી રીતે નિભાવ્યા.

પ્રિયંકા ચોપડા :

image Credit : Social media

એવું નથી કે એક ફિલ્મમાં એક થી વધુ કિરદાર નિભાવવાનો મોકો માત્ર એક્ટર્સ ને જ મળ્યો છે. પ્રિયંકા ચોપડા પણ એક જ ફિલ્મમાં એક થી વધુ કિરદાર નિભાવી ચુકી છે. વર્ષ 2009 માં રીલીઝ થયેલ ફિલ્મ ‘વાટસ યોર રાશી’ માં પ્રિયંકા એ 12 અલગ અલગ કિરદાર નિભાવ્યા હતા. જે 12 રાશીઓ પ્રમાણે હતા. જો કે આ ફિલ્મ ફ્લોપ રહી પરંતુ લોકોએ પ્રિયંકાના દરેક કિરદાર ના વખાણ કર્યા.

રણબીર કપૂર :

રણબીર કપૂર પણ 2018 માં ફિલ્મ સંજુ માં એકથી વધુ લૂકસ માં કામ કરી ચુક્યા છે. જણાવી દઈએ કે આ ફિલ્મ સંજય દત્ત પર બની હતી અને રણબીર કપૂરે સંજય દત્ત ની જવાની થી લઈને વૃદ્ધ સુધીના અલગ અલગ કિરદાર નિભાવ્યા હતા. ફિલ્મમાં કામ કરીને રણબીરે ખુબ જ લોકપ્રિયતા ની સાથે સાથે ઘણા એવોર્ડ પણ મેળવ્યા છે.

જોન અબ્રાહમ :

image Credit : Social media

2019 માં જોન અબ્રાહમ ની ફિલ્મ ‘રોમિયો અકબર વોલ્ટર’ રીલીઝ થઇ હતી. ફિલ્મમાં સ્પાઈ બનેલ જીન અબ્રાહમ ઘણા કીરદારો માં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે ફિલ્મ બોક્સ ઓફીસ પર કઈ ખાસ કમાલ કરી શકી નહિ.

વિવેક ઓબરોય :

image Credit : Social media

પીએમ મોદીજી પર બનેલ બાયોપિક ક્યારે આવી અને ક્યારે ચાલી ગઈ, સિનેમાઓ પર તેની કઈ ખાસ અસર જોવા મળી નહિ. ફિલ્મમાં પીએમ મોદીજી નો કિરદાર વિવેક ઓબરોય એ નિભાવ્યો હતો. પીએમ મોદી ના જીવનના અલગ અલગ પડાવ દર્શાવવા માટે વિવેક એ ઘણા લૂકસ બદલ્યા છે.

સલમાન ખાન :

image Credit : Social media

ફિલ્મ ભારત માં સલમાન ખાન નું બાળપણ થી લઈને વૃદ્ધ સુધી ની સફર બતાવવા માં આવી હતી. ફિલ્મમમાં બાળપણ સિવાય જવાની થી લઈને વૃદ્ધ સુધી નો કિરદાર સલમાન ખાને જ નિભાવ્યો હતો. તેના માટે સલમાન ખાનને અલગ અલગ પાંચ લૂકસ બદલવા પડ્યા હતા. ફિલ્મમાં સલમાન ખાન સાથે કટરીના કૈફ જોવા મળી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *