રામાનંદ સાગર ની રામાયણ ફરી વખત ટેલીકાસ્ટ થયા બાદ શો માં સીતા નો કિરદાર નિભાવનાર દીપિકા ચીખલિયા હાલમાં ફરીથી ચર્ચામાં આવી છે. જણાવી દઈએ કે હાલમાં સોશિયલ મીડિયા પર આ શો ના દરેક કલાકારો ખુબ જ ચર્ચામાં આવ્યા છે. લોકો આ કલાકારો વિશે જાણવા માંગે છે. દીપિકા ચીખલિયા એ એક વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી મોદીજીને રામ જણાવ્યા હતા. જો કે તેને કહ્યું કે, તે રેપીડ ફાયર રાઉન્ડ દરમિયાન આપેલ જવાબ હતો’.

દીપિકાએ કહ્યું કે આ મુશ્કેલ સમય માં જો કોઈ માણસ આપના માટે મહત્વપૂર્ણ છે તો, તે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી. તે આ સ્થિતિને સારી રીતે જોઈ રહ્યા છે.’ આગળ દીપિકાએ કહ્યું, ‘મારા માટે “રામ” નો મતલબ હતો કે તે મર્યાદા પુરુષોતમ છે. મને નહોતું લાગતું કે માં કઈ ખોટું કીધું છે. હું હજુ પણ કહું છું કે મોદીજી જે રીતે દેશની દેવા કરી રહ્યા છે તે વખાણ ને લાયક છે. હું હજુ પણ એ માનું જ છુ કે પ્રધાનમંત્રી મોદીજી આજના રામ છે.’

ત્યારબાદ જયારે દીપિકાને સવાલ કરવામાં આવ્યો કે તે ફરીથી રાજનીતિમાં આવવા માંગે છે તો તેના પર જવાબ આપતા કહ્યું, “મેં ક્યારેય એમ નથી કીધું કે હું ફરીથી રાજનીતિમાં આવવા માંગું છું, પરંતુ હું કોઈ પણ પ્રકારની સમાજ સેવા જરૂર કરવા માંગું છું. કેમ કે મને લાગે છે કે જો આપના બોલવાથી કંઇક ફર્ક પડે છે તો હું તેના વિશે બોલવાનું જરૂર પસંદ કરીશ. હું તેના વિશે ટ્વીટ પણ કરી ચુકી છું કે કલાકારોને તેના માટે આગળ લાવવા જોઈએ. મારા બોલવાથી જો કોઈ નું સારું થાય છે તો હું જરૂર બોલવાનું પસંદ કરીશ.

જણાવી દઈએ કે દીપિકાએ એક ભાષણ દરમિયાન કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીજી આજના રામ છે. તેને કહ્યું હતું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોશિશ કરે છે દરરોજ કંઇક અલગ કરવાની એટલે તે આજના રામ છે.’ જો કે ત્યાબાદ ઉજર્સ એ તેને ટ્રોલ કરવાની પણ ટ્રાઈ કરી હતી. દીપિકા હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ છે અને શો ને લઈને તેના ફેંસ સાથે અનુભવ શેર કરે છે.

દીપિકા નું ફિલ્મી કરિયર રાજશ્રી રથે શરુ થયું હતું. વર્ષ 1983 માં તેને સૌથી પહેલા રાજ કિરણ સાથે ફિલ્મ ‘સુન મેરી લેલા’ માં મુખ્ય અભીનેત્રી તરીકે જોવામાં આવી. ત્યારબાદ તેને ‘ઘર ક ચિરાગ’, ‘રુપયે દશ કરોડ’, ‘ખુદાઈ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. દીપિકાએ કન્નડ, તામિલ, અને બંગાલી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ માતા સીતા થી તેને જે લોકપ્રિયતા મળી છે તે ક્યાયથી મળી નથી. તે ઘરે-ઘરે માતા સીતાના રૂપમાં પૂજાવા લાગી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *