કોરોના લોક ડાઉન સીઝન ૪ માં આપણે બધા લગભગ નાના મોટા કામે લાગી ગયા છીએ. સરકાર તરફથી ઘણી છૂટછાટ મળી ગઈ છે ત્યારે અમદાવાદ અને સુરત માં ઘણા ચુસ્ત નિયમો ચાલુ જ છે અને જેને કારણે અમુક અંશે લોકોમાં રોષ પણ છે.

નવા નિયમો પ્રમાણે અમદાવાદના પૂર્વ એટલે કે ઇસ્ટ વિસ્તારમાં રેડ ઝોન જ હતો અને ત્યાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નહોતી. પણ લોકોની લાગણી અને કોરોના ની ગંભીરતા ને ધ્યાન માં લઈને અત્યારે જ બ્રેકીંગ ન્યુઝ આવ્યા છે જેમાં એવું કહેલ છે કે હવે થી અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં પણ છૂટછાટ મળશે, દુકાનો ખુલશે અને લોકો નું જીવન ફરી નોર્મલ તરફ આગળ વધશે.

પણ, નવા નિયમ પ્રમાણે પૂર્વ અમદાવાદમાં ફક્ત અને ફક્ત કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય ના વિસ્તારો માં દુકાનો ખુલી શકશે અને એ પણ સરકારના તમામ નિયમો ના ચુસ્ત પાલન સાથે. દુકાનો સવારે ૮ થી ૪ જ ખુલશે, સાંજે ૭ થી સવારે ૭ કર્ફ્યું નું ચુસ્ત પાલન થશે વિગેરે નિયમો લાગુ પડશે અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક નો જાહેરમાં ઉપયોગ ફરજીયાત રહેશે.

હજુ જેમને ખ્યાલ ના હોય એમના માટે, નીચે પ્રમાણે અમદાવાદમાં ઝોન પાડેલ છે, એ પ્રમાણે નિયમો લાગુ પડશે જેની નોંધ લેશો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *