કોરોના મહામારીને લીધે લોકડાઉન હોવાથી સૌથી વધુ મુશ્કેલીઓ મજુરી વર્ગોને પડી છે. ફેકટરીઓ અને પ્રાઈવેટ કંપનીઓ માં કામ કરતા મજુરો હાલમાં બેઘર થઇ ગયા છે અને તેના ઘરે જવા માટે હાલીને જઈ રહ્યા છે. દેશના મોટા મોટા દરેક હાઈવે પર હજારોની સંખ્યામાં મજુરો જોવા મળી રહ્યા છે. ચાલો જોઈએ આવા પીડિત લોકોની અલગ અલગ કહાનીઓ…

દિવ્યાંગ દીકરાને ૧૧૫૦ કિમીની સફર કરાવવા પિતાએ કરી સાયકલની ચોરી :

આ કિસ્સામાં એક પિતાની લાચારી જોઈ શકાય છે. દિવ્યાંગ દીકરાને ૧૧૫૦ કિમી. દુર લઇ જવા માટે મોહમ્મદ ઇકબાલ એ સાઈકલ ની ચોરી કરી, એટલું જ નહિ તેને ચોરી કરતી વખતે ત્યાં એક ચિઠ્ઠી રાખી દિધી છે. સાઈકલ ના માલિક ને પત્ર માં મજૂરે લખ્યું કે, ‘હું તમારી સાઈકલ લઈને જઈ રહ્યો છું, મને માફ કરજો કેમ કે હું તમારો ગુનેગાર છું પરંતુ હું એક લાચાર મજુર છું’.

સાઈકલ ના માલિક સાહાબસિંહ છે અને તેને સાઈકલ ના બદલે આ પત્ર મળતા તે ઈમોશનલ થઇ ગયા અને કહ્યું કે મને સાઈકલ ચોરાઈ ગઈ એનું જરાય દુખ નથી. જો કે આ ઇકબાલ ક્યાંથી છે અને ક્યાં જવાનો છે તેની તેને કઈ જ ખબર હતી નહિ પરંતુ તેને એટલું જ વિચાર્યું કે હાઈવે પર ચાલીને જતા લાખો મજૂરોમાંથી ઇકબાલ એક હશે અને તેની લાચારી હશે તેથી તેના પર મારો જરાય દ્રેષ નથી.

ટ્રક અકસ્માતમાં પતિ ઘાયલ, મદદ માંગતી લાચાર પત્ની :

ઘટના છે શુક્રવારના દિવસ ની લખનઉ-મુઝફ્ફર હાઈવે પરની જ્યાં એક લાચાર પત્ની મદદ માટે રડતી જોવા મળી હતી. મહિલાએ કહ્યું કે લોકડાઉન ના લીધે બેઘર છે અને ખાવા માટે પણ તેની પાસે કઈ છે નહિ. તેને જણાવ્યું કે ખાવા માટે કઈ છે નહિ થોડા દિવસ તો રોટલી પાણીમાં બોળીને ખાતા પરંતુ હવે કંઈ જ વધ્યું નથી. તેને કહ્યું કે બાળકો ભૂખને લીધે બેભાન પણ થઇ જાય છે.

તેના પર આ સંકટ કોરોના ને લીધે આવ્યું છે, આ સ્ત્રી એક પત્ની પણ છે અને એક માતા તરીકે પણ લાચાર છે. તેનો પતિ ટ્રકમાં ટકરાયો હતો જેમાં જેનાથી તેનો પગ ભાંગી ગયો હતો, મહિલા હાઇવે પર ખુબ ગળગળી ત્યારે તેને એક ટ્રક વારે મદદ કરી અને તેને ટ્રકમાં બેસાડી દિશા. ત્યારબાદ તેને એક ઓટો રીક્ષા વારે મદદ કરીને ઘરે પહોંચાડવામાં મદદ કરી.

પથ્થર પર આવી જાય છે નીંદર :

કોરોનાને લીધે મજુરો બેઘર થયા છે અને તે હજારો કિમી ચાલીને તેના ઘરે જવા માટે રવાના થયા છે અને સૌથી ખરાબ હાલત તેના બાળકોની છે જે લાચારી ના ભોગ બન્યા છે. તસ્વીર માં તમે જોઈ શકો છો કે એક માસૂમ બાળક પથ્થર પર જ સુઈ ગયો છે. જણાવી દઈએ કે આ તસ્વીર રાઈપુર ની છે. મહારાષ્ટ્ર થી ઓડીસા અને ઝારખંડ જી રહેલા મજુરો એ કહ્યું કે હવે તો તેને પથ્થર પર પણ નીંદર આવી જાય છે. તેના બાળકો ના ચહેરા પર લાચારી, પીડા, અને નિરાશા જોવા મળે છે.

કર્મભૂમિ ગુજરાતને નમન :

જણાવી દઈએ કે અમદાવાદ ના મજુર પરિવાર કૃષ્ણદેવી એ એક મહાન કાર્ય કર્યું છે જેને જોઇને બધાને ગર્વ થાય છે. તે જયારે તેના વતન રાયબરેલી જઈ રહ્યા છે તે પહેલા તે અમદાવાદ ની ભૂમિની પૂજા  અને વંદન કરે છે અને કહ્યું કે, કર્મભૂમિને વંદન. મજબૂરી જણાવતા કૃશ્નાદેવી એ કહ્યું કે, અમને ગુજરાત ની ભૂમિએ ઘણું આપ્યું છે પરંતુ વતન માં જવું એ અત્યારે અમારી મજબુરી છે. તેને કહ્યું કે હાલ તો લાચારી ને લીધે અમે જઈ રહ્યા છીએ પરંતુ અમે જલ્દી પાછા ફરીશું.

સાત દિવસ ચાલ્યા બાદ ની હાલત :

 

આ યુવાન ની તસ્વીર તમે જોઈ શકો છો તેને જણાવ્યું કે તેને મહિનાના માત્ર 6 હજાર જ પગાર મળતો હતો અને મકાન ભાડું પણ ભરવું પડે તેમ હતું તેથી હવે પૈસા પુરા થઇ ગયા હોવાથી હું ચાલીને ઘરે જી રહ્યો છું તેને કહ્યું કે તે સાત દિવસ થી ચાલે છે હવે તેના પણ પણ થાકી ગયા છે. તેનું નામ શ્રાવણ છે અને તે લગભગ 1 હજાર થી વધુ કિમી ચાલી ચુક્યો છે. તેને કહ્યું કે આગળ ચાલવા માટે પગ તૈયાર નથી.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓ ના આર્ટીકલ માંથી સંપાદન કરેલ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *