અક્ષય કુમાર નું નામ બોલીવુડના સૌથી પ્રતિભાશાળી અને સૌથી લોકપ્રિય અભિનેતામાં ટોપમાં છે. અક્ષય ને અહીં સુધી પહોંચવા માટે ખુબ જ કઠીન સંઘર્ષ કરવો પડ્યો છે. ચાંદની ચોક ની ગલીઓ થી આ સુપરસ્ટાએ તને સફર ને ચાલુ કરી હતી, પોતાની મહેનત, પ્રતિભા અને લાંબા સમયના સંઘર્ષ ના લીધે જ અક્ષય આજે સફળતા મેળવી છે, તેના જીવનની સંઘર્ષ કહાની ઘણા લોકો માટે પ્રેરણા સમાન છે.

અવારનવાર અક્ષય કુમાર ચર્ચામાં રહે છે તેના ફેંસ તેના વિશે કંઇક નવું જાણવા માટે ખુબ જ ઉત્સુક છે. જણાવી દઈએ કે અક્ષય કુમાર બોલીવુડ ના એ અભિનેતા માંથી એક છે જે લોકોની સૌથી વધુ મહેનત કરી રહ્યા છે. પુલવામાં અટેક માં શહીદોના પરિવારને કે પછી ઓડીસમાં આવેક તુફાનની પીડિતોની મદદ માં અક્ષય હંમેશા આગળ રહ્યા છે. અક્ષયે કરોડો રૂપિયાની મદદ કરી છે. કદાચ આ કારણે જ અક્ષય તેના ફેંસ ના દિલોમાં રાજ કરે છે.

જણાવી દઈએ કે અક્ષય કુમારની ગણતરી બોલીવુડના સૌથી અમીર અભીનેતાઓમાં થાય છે. અક્ષય એક વર્ષમાં ઘણા ફિલ્મ કરે છે અને તેના દરેક ફિલ્મો કરોડોમાં કામની કરે છે. તેના કારણે જ તે આજે એક નહિ પરંતુ ઘણા બંગલાઓ ના માલિક છે, જણાવી દઈએ કે અક્ષય પાસે મુંબઈ સિવાય ગોવા અને કેનેડા જેવી સુંદર જગ્યાઓ પર પણ  બંગલાઓ છે. આજે અમે તમને અક્ષય ના એ બંગલા વિશે જણાવીશું જેના વિશે તમે પહેલા ક્યાય નહિ સાંભળ્યું હોય.

અક્ષય ને પ્રોપર્ટીમાં રોકાણ કરવું પસંદ છે. આમ તો અક્ષય મુંબઈ ના જુહુમાં તેના પરિવાર સાથે એક ડુપ્લેક્ષમાં રહે છે, જેને ખુદ ટ્વિન્કલ ખન્નાએ સજાવ્યો છે. બંગલાની કિંમત અંદાજે 80 કરોડ છે. જ્યાંથી સમુદ્રનો સુંદર નજારો જોઈ શકાય છે. તેના સિવાય અક્ષય પાસે બે બંગલાઓ છે જે લોખંડવાલા અને બાન્દ્રામાં છે. તેના સિવાય ટોરોન્ટો અને ગોવામાં પણ અક્ષય નાં આલીશાન બંગલા અને ફ્લેટ છે.

ટોરોંટોમાં તો અક્ષયે એક પહાડી વિસ્તાર જ ખરીદી લીધો છે. અક્ષય અવારનવાર તેના પરિવાર સાથે ત્યાં વેકેશન માનવા માટે જાય છે. ગોવામાં પણ અક્ષય નો એક વિલા છે. જે તેને 10 વર્ષ પહેલા 5 કરોડ માં ખરીદ્યો હતો. તેનો આ બંગલો પણ સમુદ્ર કિનારે છે. જયારે પણ તે તેના પરિવાર સાથે ગોવાના આ વિલા માં જાય છે ત્યારે ગોવાના પ્રખ્યાત

સેફ ને બોલાવવામાં આવે છે. કામ ની વાત કરીએ તો આ વર્ષે અક્ષય ઘણા ફિલ્મોમાં જોવા મળશે. પરંતુ કોરોના વાઇરસ ને લીધે લોકડાઉન હોવાથી બધી જ ફિલ્મોનું શૂટિંગ રોકવામાં આવ્યું છે. જણાવી દઈએ કે અક્ષય ની આગલી ફિલ્મ ‘લક્ષ્મી બમ’ છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર પણ હાલમાં જ રીલીઝ થયું છે. આ ફિલ્મ વર્ષ 2011માં આવેલ તમિલ હોરર કોમેડી ‘કાંચના’ ની રીમેક છે. તેના સિવાય તે પૃથ્વીરાજ ચૌહાણ ની બાયોપિક માં પણ જોવા મળશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *