કોરના સંકટ ના કારણે દેશમાં લોકડાઉન હોવાથી દુરદર્શન માં ૯૦ ના દશક ની ઘણી સીરીયલો પ્રસારિત કરવામાં આવી છે. રામાનંદ સાગરે બનાવેલ રામાયણ પણ આમાંથી એક સીરીયલ છે. રામાયણ ને લઈને લોકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રીતે 90ના દસક માં લોકો રામાયણ ના દીવાના થઇ ગયા હતા એવી જ રીતે અત્યારે પણ લોકો રામાયણ ના દીવાના થયા છે.

રામાયણ ને બીજી વખત પ્રસારણ કરવાથી લોકોને જુના દિવસો ની યાદ આવી ગઈ. તે જ કારણ છે કે રમ્યાને ખુબ જ વધારે TRP  મેળવી છે. દુરદર્શન ના જણાવ્યા પ્રમાણે રામાયણ શો દુનિયામાં સૌથી વધુ જોવામાં આવેલ શો  નો રેકોર્ડ તેના નામે કર્યો છે. ફરી વખત રામાયણ ચર્ચા માં આવ્યું છે. જી હા, જણાવી દઈએ કે રામાયણ નો એક યુદ્ધ હાલમાં ખુબ જ વાઈરલ થઇ રહ્યુ છે. સોશિયલ મીડિયા માં આ સીન ને લઈને અલગ અલગ મીમ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે. ટીવી અભિનેતા કરણવીર એ પણ આવા મીમ્સ શેર કર્યા છે.

રામાયણના આ સીન માં લક્ષ્મણ ની પાછળ ઘણા સિપાઈ યુદ્ધ કરતા જોવા મળે છે. તેમાંથી એક સિપાઈ એવી રીતે તલવાર ચલાવી રહ્યો છે કે લોકોને લાગે છે કે તે ગરબા રમી રહ્યો છે, આ કારણે આ યુદ્ધના નાં સીન ને છોગાળા તારા ગીત લગાવીને મીમ્સ બનાવીને શેર કરવામાં આવી રહ્યુ છે. જણાવી દઈએ કે આ મીમ્સ ટીવી અભિનેતા કારણવીર બોહરા એ પણ તેના ઓફિસીયલ ઇન્તાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે.

 

View this post on Instagram

 

I had to post this 🤣🤣🤣🤣 and we used to think, what an epic war they created, just like @gameofthrones

A post shared by Karanvir Bohra (@karanvirbohra) on

 

કારણવીર તરફ થી તેના ઇન્સ્ટાગ્રામ પર બે મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે. મીમ્સ માં રામાયણ ના યુદ્ધના દ્રશ્ય ને એડિટ કરવામાં આવ્યું છે. બેકગ્રાઉન્ડ માં તેને છોગાળા તારા ગીત સેટ કર્યુ છે. ત્યાર બાદ તે સિપાઈ ને ઝૂમ કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે, તમને જયારે તમારા કામ ના સરખા પૈસા ન મળતા હોય ત્યારે.આ મીમ્સ શેર કરતા કારણવીર એ લખ્યું કે હું આ પોસ્ટ કરવાનો જ હતો. આપણે એ માની રહ્યા હતા કે યુદ્ધ નું કેવું ગજબ દ્રશ્ય તેને તૈયાર કર્યું છે. બિલકુલ ગેમ ઓફ થ્રોન ની જેમ.

આના સિવાય પણ સોશિયલ મીડિયા પર ઘણા મિમ વાઈરલ થતા જોવા મળે છે. રામાયણ ની જો વાત કરીએ તો આ રીસીયલ લોકોએ ખુબ જ પસંદ કરી છે. બીજી વખત જયારે રામાયણ પ્રસારિત કરવામાં આવી તો તે સૌથી વધુ પસંદ કરવામાં આવેલ શો બની ગયો. આ શો સાથે જોડાયેલ જુના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *