બદ્રીનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા છે, અને આ વખતે બદ્રીનાથ ના દ્વાર ખોલતા જ એક ચમત્કારિક વસ્તુ થઇ છે. જેને બધા ને હેરાન કરી દીધા છે. શુક્રવાર ના દિવસે બદ્રીનાથ ના દરવાજા ખોલતી વખતે એક અજબ વસ્તુ જોવા મળી છે, અને મંદિર માં રાખવામાં આવેલ મૂર્તિ પર ઘી જોવા મળ્યું છે.

માનવામાં આવે છે ચમત્કાર :

જણાવી દઈએ કે શુક્રવારે સામાન્ય રીતે 4.30 વાગ્યે મંદિર ના ગેટ ખોલવામાં આવ્યા હતા. મંદિર ના દરવાજા ખોલ્યા બાદ ભગવાનને પહેરાવવા માં આવેલ વસ્ત્રો ને હટાવવામાં આવ્યા તો મૂર્તિ પર ઘી જોવા મળ્યું હતું. આ મંદિરના પંડિતો એ જણાવ્યું કે જયારે મંદિર બંધ કરવામાં આવે છે તે પહેલા ભગવાનની મૂર્તિને ઘી વાળા વસ્ત્ર પહેરાવવામાં આવે છે. તેમજ 6 મહિના પછી જયારે મંદિર ખોલવામાં આવે છે ત્યારે વસ્ત્ર હટાવવામાં આવે છે અને આ વખતે તેમાં ઘી જોવા મળ્યું છે તે શુભ સંકેત છે.

ઠંડીમાં સુકાય જાય છે ઘી :

બદ્રીનાથ ધામના ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનીયાલ એ જણાવ્યું કે મંદિર બંધ કરતી વખતે ભગવાનને ઘી વાળા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. જ્યારે આ વખતે બદ્રીનાથ ના દરવાજા ખોલવામાં આવ્યા તો ભગવાનની મૂર્તિ પર ઘી જોવા મળ્યું છે તે ખુબ જ શુભ છે. ધર્માધિકારી એ જણાવ્યું કે ઠંડી હોવાથી ઘી સુકાય જાય છે. પરંતુ આ વર્ષે એવું થયું નહિ, 6 મહિના પછી પણ બદ્રીનાથ ભગવાન ની મૂર્તિ પર ઘી જોવા મળ્યું હતું. તેને શુભ સંકેત જણાવવામાં આવે છે.

6 મહિના માટે બંધ રહે છે મંદિર :

ભાદ્રીનાથ શામ ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે, અને આ જગ્યાએ વિષ્ણુ જી ની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે અહીં વિષ્ણુ નું નિવાસ સ્થાન હતું. દરવર્ષે આ મંદિર ના દરવાજા 6 મહિના માટે ખોલવામાં આવે છે અને શિયાળો શરુ થતા જ પૂજા વિધિ કરીને આ મંદિર ને 6 મહિના સુધી બંધ કરી દેવામાં આવે છે.

આ વર્ષે નહિ થાય બદ્રીનાથ યાત્રા :

લોકડાઉન હોવાના કારણે આ વર્ષે ભક્તોને બદ્રીનાથ યાત્રા કરવાની પરવાનગી આપવામાં આવી નથી. તેથી આ વખતે સૌથી ઓછા લોકોની હાજરી માં જ દ્વાર ખોલવામાં આવ્યા છે, આ વખતે ધામ ના દ્વાર ખોલતી વખતે પહેલા જેવી રોનક હતી નહિ. દરવર્ષે ભગવાન ના દ્વાર ખોલતી વખતે ત્યાં હજારો ની સંખ્યામાં ભક્તો હાજર હોય છે અને ઉત્સાહ તેમજ ધૂમધામ થી ધામનો દ્વાર ખોલવામાં આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *