નિર્ભયા કેસ ના ચારેય અપરાધીઓ ને સજા મળી ચુકી છે, તે ચારેય તે ફાંસીએ લટકાવી દિધા છે. નિર્ભયાને ન્યાય મળવામાંં 7 વર્ષનો સમય લાગ્યો અને ઘણા સમયે નિર્ભયાના અપરાધીઓને ફાંસીની સજા આપવામાં આવી. નિર્ભયા કાંડ આપણા દેશમા થનારા મોટા અપરાધોમાં એક હતો અને આ અપરાધ માટે ચારેય અપરાધીઓને ફાંસીની સાજા પણ ઓછી હતી.

વર્ષ 2012 માંં થયુ હતુ આ કાંડ :

આ ઘટના વર્ષ 2012 માં દીલ્લીમાં બની હતી જેમા નિર્ભયા પર પાંચ અપરાધીઓએ રેપ કર્યો હતો. આ પાંચ અપરાધીઓ માથી એકે તો જેલ મા જ  આત્મ હત્યા કરી લીધી હતી. અને બીજા ચાર અપરાધીઓ જેલમાં બંધ હતા. તેને હાલમાં જ ફાંસીએ ચડાવવામાં આવ્યા.

આ બહેનોને ક્યારે મળશે ફાંસીની સજા :

નિર્ભયાના અપરાધીઓ ને સજા મળ્યા બાદ હવે લોકોની નજર મસુમ 6 છોકરાવ નો જીવ લેનાર બે બહેનો પર છે. મહારાષ્ટ્ર કોલાપુરમા રહેતી આ બે બહેનો પર 6 મસુમ બાળકોની હત્યાનો આરોપ છે, અને આ બન્નેને ફાંસીની સજા જાહેર કરી દેવામાં આવી છે. આ બન્ને બહેનોના નામ સીમા ગાવિત અને રેણુકા ગાવિત છે.

આ બન્ને બહેનો પર આરોપ છે કે તે પહેલા બાળકોની ચોરી કરતી અને પછી તેની પાસે ભીખ મંગાવતી. થોડા સમય બાદ બળકોની હત્યા કરી નાખતી. આવી રીતે આ બન્ને બહેનોએ 6 બાળકોની હત્યા કરી હતી. વર્ષ 2001 મા સેશન કોર્ટ્એ તેને મોત ની સજા જાહેર કરી હતી. ત્યારબાદ આ બન્ને બહેનોએ આ નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટ માંં અપીલ કરી વર્ષ 2004 માંં હાઇકોર્ટએ પણ મોત ની સજા જાહેર કરી તેને પણ સ્થીર રાખવમાં આવી. ત્યારબાદ આ મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોચ્યો અને સુપ્રિમ કોર્ટે પણ મોત ની સજા જાહેર કરી.

ત્યારબાદ આ બન્ને બહેનોએ રષ્ટ્રપતી પાશે માફી માંગી. પરંતુ વર્ષ 2014 માં રષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એ આ બન્નેની મોતની સજાને માફ ના કરી. આજે આખો દેશ રાહ જોઇ રહ્યો છે કે ક્યારે આ બન્ને બહેન ને 6 બાળકોની હત્યાની સજા મળે અને ફાસી એ ચડાવવામાં આવે.

આ બન્ને બહેનો ઘણા લાંબા સમયથી જેલમાં છે અને તેમાથી એક ની ઉંમર તો 65 વર્ષ થઇ ચુકી છે, આટલી ઉંમરે ફાંસી પર ચડનાર આ દેશની પહેલી મહિલા હશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *