હાલમાં આખુ વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યુ છે. આવા સમયે લોકો પણ સરકારને પુરો સાથ અને સહકાર આપી રહ્યા છે. સામાન્ય માણસ થી લઇને મોટા મોટા સેલીબ્રીટીઓ સરકારને મદદ કરી રહ્યા છે. દરેક લોકો પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી રહ્યા છે. જે લોકો કોરોના સામે લડવા માટે સરકારને મદદ કરવા માગે છે તેના માટે પીએમ-ફેયર્સ ફંડ બનાવવામાં આવ્યુ છે. જેમાંં ઘણા લોકો મદદ કરે છે.


પીએમ ફેયર્સ ફંડ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના માતા હિરાબેન એ પણ 25 હજાર રુપિયા દાન કર્યા છે. જણાવી દઇએ કે નરેંદ્ર મોદી ના માતા ગાંધિનગર જિલ્લના રાઇસીન ગામમાં રહે છે. તે તેના નાના દિકરા પંકજ મોદી સાથે રહે છે. જો કે મોદીજી ના માતા અવારનવાર ચર્ચામાં રહે છે. 22 માર્ચ ના દિવસ જાહેર કરવામાં આવેલ જનતા કર્ફ્યુનું પણ તેમને સમર્થન કર્યુ હતુ.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીજી એ ગયા શનિવારે જ કોરોના સામે લડવા મદદ માટે પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત કોષ નામનું ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરી હતી. જ્યા લોકો કોરોના સામે લડવા માટે સરકાર ને મદદ કરી શકે છે. હવે તેમા પ્રધાનમંત્રી ના માતા નું નામ પણ જોડાય ગયુ છે. જણાવી દઇએ કે આ ટ્રસ્ટ ના અધ્યક્ષ ખુદ નરેંદ્ર મોદીજી છે.


પ્રધાનમંત્રી કાર્યાલય અનુશાર કોવિડ-19 જેવી મહામારી થી આખા દેશમા ચિંતા જનક હાલત થઇ ગઇ છે. તેના સિવાય આવી અન્ય ચિંતાજનક પરીસ્થીતીઓ સામે લડવા એક વિશેષ રાષ્ટ્રીય કોશની જરુર હતી. તેથી આવા સમયમા પ્રભાવિત લોકોને મદદ કરવા અને ખરાબ પરીસ્થીતીમાંં લોકોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત કોષ જેવા ધર્માર્થ ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ ટ્રસ્ટ ભાવિષ્યમાંં પણ મહામારી જેવી પરીસ્થિતીઓ સામે લડવા માટે મદદરુપ થસે.

આ એક સાર્વજનિક ધર્માર્થ ટ્રસ્ટ છે. પ્રધાનમંત્રી ખુદ આ ટ્રસ્ટના અધ્યક્ષ છે. અને ટ્રસ્ટના અન્ય સભ્યોમાં ગ્રુહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ નિર્મલા સિતારામન સામેલ છે. રાહત કોષની જાહેરાત મોદીજીએ ટ્વિટ કરીને કરી હતી. ટ્વિટ દ્વારા પીએમ એ કહ્યુ, ”પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને આપાત સ્થિત કોષ સ્વચ્છ ભારત બનાવવામાં ખુબ જ મદદ લાગસે.’ આગળ મોદીજી એ લખ્યુ કે કોરોના સામે લડવા માટે ઘણા લોકોએ મદદ ની ઇચ્છા વ્યક્ત કરી હતી. એ બાબતને ધ્યાનમાં લઇને આ કોષ નું નિર્માણ કરવામાં આવ્યુ છે.

તેમજ બીજી તરફ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેરાત કરવામા આવ્યુ કે કોવિડ-19 માહામારી એ આખી દુનિયાને જપટ મા લઇ લીધુ છે. તેમજ આ વાઇરસે વિશ્વભરના સ્વાસ્થય અને આર્થિક સુરક્ષાને ખતરામાં નાખી દીધુ છે, તેમજ ગંભીર પરિસ્થીતી ઉભી કરી છે. ભારતમાંં પણ આ મહામારી ફેલતી જાય છે. તેમજ આવનારા સમયમા આપણા દેશમાંં ગંભીર સ્વસ્થ્ય અને આર્થીક પરીસ્થિતી થશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *