તીડનાં ટોળાં ઢોલ-નગારાંનાં અવાજથી ભાગે છે, આ માહિતી વિશે વિદ્યાર્થીઓ અને ખેડૂત પરિવારોને માત્ર જાગૃત કરવાનું શિક્ષકોને કહેવાયું છે

ડાબેરીઓ, કોંગ્રેસીઓ અને કેટલાક વાહિયાત કલમખોરોએ જાણી-જોઈ ને દુષ્ટ ઈરાદાઓથી વાત મારી-મચડી ને લોકો સમક્ષ મૂકી

કબૂતરો અને પોપટને કે ગાયને ક્યારેક ખાવાનાં સાંસા થઈ પડે છે, કાગડાં અને ભૂંડ કદી ભૂખે નથી મરતા. કારણ કે, કાગડાં અને ભૂંડ તો ગંદકી અને ઉકરડામાંથી પણ ગંદવાડ ખાઈ લે છે. ગુજરાતમાં પણ આજકાલ ડાબેરી સુવ્વરો અને કોંગ્રેસી કાગડાં ભારે સક્રિય છે અને રાજ્યમાં નામશેષ થતી જતી આ વિશિષ્ટ પ્રજાતિ ભારે ક્રાંઉ… ક્રાંઉ… કરી રહી છે. ગઈકાલે જ થરાદના તાલુકા વિકાસ અધિકારીએ સરપંચોને અને શિક્ષકોને મોકલેલા એક પરિપત્રને બહાને રાજ્ય સરકાર પર બહુ બાણવર્ષા કરી. એવો વાહિયાત આરોપ મુકાયો કે, રાજ્ય સરકારે તીડના ટોળાં ભગાડવા માટે શિક્ષકોને જવાબદારી સોંપી છે! આક્ષેપ સદંતર બકવાસ છે અને તેનો આશરો લઈ ને સરકારને આંટીમાં લેવાનાં વ્યર્થ પ્રયત્નો કરતા લોકો યા તો પાપી કોંગ્રેસી માનસિકતા ધરાવે છે અથવા જીગા જંગલી પ્રકારના ડાબેરીઓ છે અથવા જેમનો ભાવ પણ કોઈ નથી પૂછતું તેવા બે બદામના કલમખોરો છે. પરિપત્રની વાસ્તવિકતા અલગ છે, પાપિયાઓએ પોતાની અલ્પમત્તિ મુજબ અથવા તો દુષ્ટબુદ્ધિથી પ્રેરાઈ ને અર્થનો અનર્થ કર્યો.

વાસ્તવિકતા શી છે? ઉત્તર ગુજરાતમાં તીડનાં ટોળાં ઉતરી આવ્યા છે, એ જાણીતી વાત છે. આ ટોળાં ખેતીનાં પાકનો સોથ વાળી નાંખવા સક્ષમ હોય છે. તીડ પર જંતુનાશકો બહુ કારગત નથી. એ છાંટીએ તો પાકને, ઘાસચારાને તથા પશુઓને ભયંકર નુકસાન થઈ શકે છે. તો તીડને ભગાડવાનો રસ્તો ક્યો? એ રસ્તો છે: પ્રચંડ અવાજ. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે, તીડનાં ટોળાં પ્રચંડ અવાજથી ભાગી જાય છે. ઢોલ-નગારાં, લાઉડ સ્પીકર વગેરે એમના માટે જંતુનાશક જ ગણાય. બસ, આ જ સંદર્ભે ખેડૂતોને, તેમનાં પરિવારોને, ગ્રામજનોને જાગૃત કરવા પેલા પરિપત્રમાં સરપંચોને, શાળાનાં પ્રિન્સિપાલોને, શિક્ષકોને જણાવાયું છે! કોઈએ શિક્ષકોને તીડ ભગાડવા આદેશ નથી આપ્યો!

ગામડાં વિશે સ્હેજ પણ જાણકારી ધરાવતાં હોય તેમને ખ્યાલ હોય કે, શિક્ષકોનો લગભગ દરેક પરિવાર સાથે ડાયરેકટ કનેક્ટ હોય છે, તેમનું માનપાન હોય છે, તેમનો આદર થતો હોય છે. જો શિક્ષકો આ અંગે વિદ્યાર્થીઓને કે તેમના વાલીઓને જાગૃત કરે તો વાત તેમને શિરાની જેમ ગળે ઉતરી જાય! વાત આટલી જ છે. પણ, રજનું ગજ કરવાનો જેમનો ધંધો છે, એવાં કાગડાંઓ અને ડુક્કરો માટે તો જાણે મોટો ઉકરડો હાથ લાગ્યો હોય એવો ઘાટ સર્જાયો. દુષ્ટબુદ્ધિઓ અને કેટલાક હાફ ટિકિટ તો હિલોળે ચડ્યા. કોઈએ પરિપત્ર પર નજર ફેલાવવાની પણ તસ્દી ન લીધી! આમ તો આ એક નાની ઘટના છે. પરંતુ સિમ્બોલિક છે. તેનાં થકી સાબિત થાય છે કે, ચોક્કસ પ્રજાતિના એકપણ દાવા પર વિશ્વાસ કરવા જેવું નથી. આ એ જ રૂપાણી સરકાર છે, જેણે શિક્ષકોને અગણિત લાભો આપ્યા છે અને વિદ્યા સહાયકોના વેતનમાં પણ ધરખમ વધારો કર્યો છે. દુષ્ટ લોગો કિ બાતો પે મત જાઓ, અપની અક્કલ લગાઓ!

Author: ભવ્ય રાવલ
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *