સરકાર વિરુદ્ધ કોઈ મુદ્દા મળતા નથી એટલે યુવાનોને હાથો બનાવી કોંગ્રેસ હવે ગુજરાતમાં અંધાધૂંધી ફેલાવવાની વેતરણમાં છે

રૂપાણી સરકાર રોજગાર અને નોકરીઓ આપવામાં દેશમાં નંબર-વન છે, આ રહ્યા પુરાવાઓના આંકડા…

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર રાજ્યના કોઇપણ ખૂણેથી પેપર ફૂટ્યુ નથી. રાજકીય રોટલા શેકવા નીકળેલી કોંગ્રેસ યુવાનોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. પરીક્ષામાં ગેરરીતિ સંદર્ભે મળેલ ફરીયાદો મુજબ પરીક્ષા કેન્દ્રોમાં CCTV ફૂટેજની તપાસ અંતિમ તબક્કામાં છે જે પૂર્ણ થયેથી આગામી બે દિવસમાં આ અંગેનો યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે.

રાજ્ય સરકાર રોજગારી પૂરી પાડવા માટેના પ્રયાસો કરી રહી છે ત્યારે રાજ્યના યુવાનોને આગળ ધરીને કોંગ્રેસને રાજનીતિ કરવાનું સુઝે છે. પરંતુ, કોંગ્રેસની આ મેલી મુરાદ ક્યારેય પૂરી થવાની નથી. રાજ્ય સરકારે હંમેશા યુવાનોનું હિત જોયુ છે અને સરકાર યુવાનોના પડખે ખભે ખભો મીલાવીને ઉભી છે અને હરહંમેશ તેમની સાથે જ છે એટલે યુવાનોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં એક લાખથી વધુ યુવાનોને સરકારી સેવાઓમાં જોડીને તેમને રોજગારી પૂરી પાડી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ બિન સચિવાલય ક્લાર્કની ૩,૯૦૧ જગ્યાઓ માટે પરીક્ષા લેવાયેલ હતી. સંપૂર્ણ પારદર્શિતાથી પરીક્ષાઓ યોજાય એ માટેનું સંપૂર્ણ આયોજન કરીને પારદર્શિતાથી પરીક્ષા લીધી છે. જેના પરિણામે રાજ્યના ૩૯૦૧ જેટલા યુવાનોને સરકારી સેવાઓ મળવાની છે ત્યારે કોંગ્રેસે યુવાનોને ગુમરાહ કરવાની જરૂર નથી.

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા સંદર્ભે ભાવનગર ખાતે એક ઉમેદવાર દ્વારા પરીક્ષા માટે કેટલાક યુવાનો પેપરની આન્સર કી સંદર્ભે એકત્રિત થયા છે, તેવી જાણ ભાવનગર પોલીસ કન્ટ્રોલ રૂમને થઇ હતી અને આ આન્સર કી અન્ય આઠ જેટલા યુવાનોને વોટ્સએપના માધ્યમથી ફોરવર્ડ કરવામાં આવી હતી. જો કે તપાસ કરતા પરીક્ષાનું પેપર અને આ આન્સર કી વચ્ચે કોઇ સમાનતા જણાઇ ન હોતી, એટલે કે ફેક આન્સર કી ફોરવર્ડ કરવામાં આવી હતી. એટલે પેપર ફૂટવા અંગેનો અપપ્રચાર કોંગ્રેસ દ્વારા જે થઇ રહ્યો છે તે તદ્દન ખોટો છે.

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા સંદર્ભે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને ૩૯ લેખિત ફરીયાદો અને ૨૬ જેટલા વોટ્સએપ ચેટીંગ મોકલવામાં આવ્યા હતા તે તમામની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. બોર્ડને જે ફરીયાદો મળી છે તે તમામની તલસ્પર્શી તપાસ થઇ રહી છે. જે પૂર્ણ થયે આગામી બે દિવસમાં યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે. ૩૯ ફરીયાદો પૈકી પાંચ જિલ્લાઓના વિવિધ બ્લોકના CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા છે. તે પૈકી બનાસકાંઠા જિલ્લામાં થયેલ ગેરરીતિ સંદર્ભે એક FIR નોંધીને બે યુવાનોની ધરપકડ પણ કરાઇ છે. જ્યારે સુરેન્દ્રનગર, ગીર-સોમનાથ અને અન્ય બે જિલ્લાઓમાં આવી ગેરરીતિ જોવા મળશે તો ત્યાં પણ FIR નોંધવાની કામગીરી હાથ ધરાશે. સાથે-સાથે પરીક્ષા કેન્દ્રના નિરીક્ષકો, સંચાલકો, સુપરવાઈઝરોને પણ રૂબરૂ બોલાવીને આવતીકાલથી બે દિવસ માટે સુનાવણી કરવામાં આવશે. અને એમાં પણ કોઇ કસૂરવાર હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી થશે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષમાં અંદાજિત 60000 જગ્યાઓ ભરવાનું આયોજન છે. રૂપાણી સરકાર દ્વારા આ પૈકી ચાલુ વર્ષે 37535 અને તે પછીના બે વર્ષમાં અનુક્રમે 11600 અને 11300 જગ્યાઓ ભરવાનું આયોજન છે. છેલ્લા એક વર્ષમાં ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, સર્વેયર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, કોન્સ્ટેબલ સહિતની લગભગ 15થી વધુ સેવાઓ માટે 16500 જગ્યાઓની ભરતી માટે મંજૂરી આપી દેવામાં આવી છે. વળી, ભરતી કેલેન્ડરમાં સામેલ તથા જે જગ્યાઓ માટે રાજ્ય સરકારની મંજૂરીની આવશ્યકતા નથી તેવી જગ્યાઓ મળીને સીધી ભરતીથી રાજ્ય સરકાર દ્વારા 21 વિવિધ વિભાગોમાં 2014થી અત્યાર સુધીમાં 118478 કરતા પણ વધુ જગ્યાઓ ભરવામાં આવી છે.

Author: ભવ્ય રાવલ
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *