નિર્ણાયકતા વ્યક્તિની સૌથી મોટી મૂડી છે. વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં હેલ્મેટનાં કડક કાયદાનો અમલ બનાવી અને બાદમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મુક્તિનો જનહિતલક્ષી નિર્ણય કરી સાબિત કરી આપ્યું કે, તેમના દરેક નિર્ણયના કેન્દ્રમાં લોકો છે. રૂપાણી સરકારનાં પ્રત્યેક નિર્ણયોમાં લોકોને સાથે રાખીને લોકોનાં વિકાસ માટે પરિણામલક્ષી કાર્ય થઈ રહ્યું છે.

સંવેદનશીલ સેવકને જાજેરા સલામ

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિર્ણય કર્યો છે કે, હવેથી શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી. ગુજરાતમાં ટ્રાફિકનાં નવા નિયમો અનુસાર હેલ્મેટ ન પહેરવા પર પાંચસો રૂપિયાનો મસમોટો દંડ ફટકારવામાં આવતો હતો જેના કારણે ગુજરાતવાસીઓમાં નારાજગી જોવા મળી હતી. આથી ગુજરાતવાસીઓની સુખ, સુવિધા અને સંપત્તિની કાળજી રાખી રૂપાણી સરકારે મોટો નિર્ણય કરતાં શહેરી વિસ્તારો ઉપરાંત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી દીધી છે. આ અગાઉ પણ સંવેદનશીલ મુખ્યમંત્રીની લોકપ્રિય ઓળખ ધરાવતા વિજયભાઈ રૂપાણીએ કેન્દ્ર સરકારનાં ટ્રાફિક અંગેનાં કડક કાયદામાંથી ગુજરાતને છૂટછાટ અપાવી હતી ત્યારે ફરી એક વખત ગુજરાતના મુખ્યસેવક વિજયભાઈ રૂપાણીએ લોકોને શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવામાંથી જ મુક્તિ આપી દીધી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં આ નિર્ણયને સૌ ગુજરાતવાસીઓએ આવકાર્યો છે અને આભાર માન્યો છે.

હેલ્મેટ પહેરવાના કારણે લોકોને સામાજીક પ્રસંગોમાં જવામાં કે પછી અન્ય કામોમાં પણ ખાસ્સી અગવડ પડતી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ આવી અનેક ફરિયાદો આવ્યા બાદ નિર્ણય કર્યો છે કે શહેરી વિસ્તારોમાં હેલ્મેટના કાયદામાં છૂટ આપવામાં આવે. આથી આજથી રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની હદ અને રોડ પર વાહનચાલકે હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં રહે અને પોલીસ આ સંદર્ભે કોઈપણ પ્રકારનો દંડ નહીં કરે. આ સાથે આ બંને વિસ્તારો સિવાયના તમામ હાઈવે અને ગામડાઓના એપ્રોચ રોડ પર હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શહેરી વિસ્તારો ઉપરાંત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં વાહનચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી દીધી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર..

Author: ભવ્ય રાવલ
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *