અમદાવાદ થી જયપુર જનાર પ્રવાસીઓ ને મદદરૂપ થઇ શકે એ માટે ગુજરાતી પરિવહન નિગમ એસટી દ્વારા સ્પેશ્યલ પ્રીમીયમ વોલ્વો સ્લીપર કોચની પ્રીમિયમ સર્વિસ શરૂ કરાઈ છે. થોડા દિવસ પહેલા જ  અમદાવાદથી સીધી જ નાથદ્વારા જવા માટે વોલ્વો સેવા ચાલુ કરવામાં આવી હતી અને એનો ખુબ જ સુંદર રિસ્પોન્સ મળેલ હતો. ઘણા મિત્રો ને ખબર જ હશે કે અમદાવાદથી રાજસ્થાન ના ફેવરીટ સ્થળ ઉદયપુર જવા માટે પણ રાજસ્થાન નિગમ દ્વારા બસ ચલાવવામાં આવી રહી છે. ગુજરાતીઓ ને અને બધાને ગુજરાતમાં સીધી જ સેવા મળી રહે તે માટે અમદાવાદથી જયપુર સ્લીપર વોલ્લો બસ સેવા શરુ કરવામાં આવી છે. આ બસનો સમય એટલી સુંદર રીતે નક્કી કરવામાં આવ્યો છે કે જેથી એક જ રાત્રીમાં અમદાવાદ થી જયપુર પહોંચાડી શકાય અને દિવસ નો કીમતી સમય પણ બગડે નથી.

જણાવી દઈએ કે આ નવી શરુ થઇ રહેલ અમદાવાદ-જયપુર પ્રીમિયમ વોલ્વો બસ સર્વિસ અમદાવાદથી દરરોજ સાંજે 7.00 વાગે ઊપડશે અને બીજા દિવસે સવારે 8.00 વાગે જયપુર પહોંચી પણ જશે. જયપુરથી અમદાવાદ પરત આવવા માટે સાંજે 4.30 વાગે ઊપડશે અને તે બીજા દિવસે વહેલી સવારે 5.30 વાગે અમદાવાદ પહોંચાડશે. વાયા મહેસાણા, પાલનપુર, આબુ રોડ, સિરોહી, પાલી, અજમેર થઈને આ બસ દોડશે. ખાસ કરીને આ બસ એવા પ્રવાસીઓ, ધંધાર્થીઓ ને ઉપયોગી થશે જેમને જયપુર માં એક રાત્રીનો હોટેલ નો ખોટો ખર્ચ નથી કરવો.

ટ્રેઈન સસ્તી પડે કે આ બસ?

જણાવી દઈએ કે, એસ.ટી. વોલ્વો પ્રીમીયમ બસ સર્વિસનું અમદાવાદથી જયપુરનું ભાડું 1361 રૂપિયા રાખવામાં આવ્યું છે. અમદાવાદથી જયપુર સુધી ટ્રેનનું ભાડું સેકન્ડ ACમાં 1340 રૂપિયા અને થર્ડ ACમાં 930 રૂપિયા છે. અમદાવાદથી જયપુર વોલ્વો શરુ થવાથી બસમાં જ સફર કરનારા લોકોને રાહત રહેશે. આમ જે લોકો ફક્ત બસમાં સફર કરવા માટે ટેવાયેલા છે તેમના માટે રાહતની મુસાફરી રહેશે. અને આ સમગ્ર આયોજન માટે ગુજરાત પરિવહન નિગમ નો આભાર માનવો જ રહ્યો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *