જે હમેશા જ ખુબ ચર્ચામાં રહ્યો છે એવો સૈફ અલી ખાન અને કરિના કપૂરનો લાડલો તૈમૂર આજે ફરી ચર્ચામાં આવી ગયો છે. તે ખુબ જ નાનો હતો એટલે કે લગભગ બે વર્ષનો હતો ત્યારથી ફેસબુક, ઇન્સ્તાગ્રામ પર છવાયેલો રહે છે. તે ગમે ત્યારે ઘરની બહાર નીકળે છે. ત્યારે પૈપારાઝી તેના ફોટા ક્લીક કરવામાં બિઝી થઈ જાય છે. પરંતુ આ વખતે તૈમુર તેની મમ્મી સાથે નવી હેર સ્ટાઈલમાં જોવા મળ્યો હતો અને ચર્ચાનો વિષય બની ગયો હતો.

ઉપરના ફોટો માં તમે જૂની હેરસ્ટાઈલ જોઈ શકો છો. નવા ફોટો જે એકદમ તાજા છે એ અનુસાર તૈમુરના વાળ પહેલા કરતાં ઘણાં વધી ગયા છે. તેનો આ ક્યુટ લુક તેના પર ઘણો સૂટ કરે છે. તમે જોઈ શકશો કે તીમુરે પ્રિન્ટેડ ટીશર્ટની સાથે ગ્રે કલરનું પેન્ટ પહેર્યું હતું. અને તમારા જેવા કેટલાય ની એક સમય ની ડ્રીમ ગર્લ કરીના તેની સાથે જોવા મળી હતી. અને હા સાથે સાથે કરિનાના લુકની પણ વાત કરીએ તો તે પિંક ટોપમાં જોવા મળી હતી. અને તેણે બ્લુ ડેનિમ પેન્ટ પહેર્યું હતું. સાથે એ ઉમેરવું જરૂરી છે કે સનગ્લાસ માં કરીના થોડી વધુ જ સેક્સી લાગી રહી હતી.

કરીના એક આદર્શ પત્ની, માં સાબિત થવાનો પ્રયત્ન કરતી જોવા મળતી હોય છે. તે પરિવાર અને વર્ક વચ્ચે બેલેન્સ રાખવામાં માને છે. તેને જ્યારે જેટલો પણ સમય મળે છે, ત્યારે પોતાના એકના એક પતિ સૈફ અને લાડલા તૈમૂરની સાથે ટાઈમ સપેન્ડ કરે છે. તમને યાદ જ હશે કે થોડા દિવસ પહેલા કરીના કપૂરે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. કરીશ્મા કપૂરની સાથે સોશિયલ મીડિયા પર કરીનાના બર્થ ડે સેલિબ્રેનના ફોટા અને વીડિયો શેર કર્યા હતા જે તમે જોયેલા જ હશે. ફોટામાં કરીના અને સૈફ એકબીજાને કિસ કરતાં પણ જોવા મળ્યા હતા.

ઘણા સમય થી મોટા પડદે ઓછી જોવા મળતી કરીના કપૂર પાસે હાલમાં અંગ્રેજી મીડિયમ, ગુડ ન્યૂઝ અને લાલ સિંહ ચઢ્ઢા જેવી ફિલ્મો ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર કરીનાએ લાલ સિંહ ચઢ્ઢા અને બીજી બે ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે. થોડા સમય પહેલા સામે આવ્યું હતું કે આમિર ખાનની આ ફિલ્મ તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જણાવી દઈએ કે આ ફિલ્મ  હોલિવૂડ ફિલ્મ ધ ફોરેસ્ટ ગંપની હિન્દી રિમેક છે. આ ફિલ્મ લગભગ ૨૦૨૦ માં રિલીઝ થશે એવું કહેવામાં આવેલ છે.

Author: ટીમ જ્ઞાન સાથે ગમ્મત

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *