લગ્ન એક એવી વસ્તુ છે કે દરેકને ક્યારેકને ક્યારેક કરવા જ પડે છે. જ્યારે આપણે લગ્ન માટે પાર્ટનર પસંદ કરતા હોઇએ છીયે ત્યારે સામેવાળી વ્યક્તીમાં ખામિઓ-ખુબીઓ શોધતા હોઇએ છીયે. જો કે ઘણા લોકો એવા પણ હોય છે જેના માટે પ્રેમમાં રંગ, રૂપ, જાત પાત કાંઇ મહત્વનું નથી હોતુ. તેથી એવુ પણ કહેવામાં આવે છે કે પ્રેમ આંધળો હોય છે.

 

તેથી જે લોકો સાચો પ્રેમ કરતા હોય છે તે ગમે તેની સાથે લગ્ન કરી લે છે પરંતુ એવુ જરુરી નથી કે લગ્નમાં દરેક વખતે સાચો પ્રેમ જ હોય. ઘણી વખત લોકો મતલબ માટે પણ લગ્ન કરતા હોય છે. એવમાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીયે એવા દંપતી વીશે જેમા પતિંની ઉંમર 24 વર્ષ છે અને પત્નીની ઉંમર 81 વર્ષ છે.

જણાવી દઇયે કે આ મામલો યુક્રેનનો છે અહિં એક છોકરો અલેક્ઝેંડર કોંડ્રાટ્યુકે તેની કઝીન બહેનેની 81 વર્ષની દાદી સાથે લગ્ન કરી લીધા. તમને એવુ લાગશે કે આ સાચ પ્રેમનો મામલો છે પરતુ અહિં એવુ બિલકુલ નથી. સ્ટોરીમાં ટ્વીસ્ટ એ છે કે છોકરાની આર્મીમાં ભર્તી ન હોવાના કારને તેને દાદીમાં સાથે લગ્ન કર્યા હતા. વાત એમ છે કે યુક્રેન માં એવો નિયમ છે કે 18 થી 26 વર્ષના દરેક વ્યક્તીને સેનામાં તેનો ઓછમાં ઓછો એક વર્ષનો સમય આપવો ફરજીયાત છે. અલેક્ઝેંડરને પણ આ નોટીસ મળી હતી તેથી તેને આ નિયમ સાથે ગેમ રમવાનુ વિચાર્યુ.

જે લોકો પર વૃદ્ધ લોકોની સંભાળની જવાબદારી હોય છે એવા લોકોને આ નિયમથી છુટ આપવામાં આવે છે. તેથી અલેક્ઝેંડર આર્મીમાં જવા ઇચ્છતો ન હતો હોવાથી તેને 81 વર્ષની વૃદ્ધ દાદીમાં સાથે લગ્ન કર્યા. તેથી તેના પર વૃદ્ધ મહિલાની જવાબદારી આવી ગઇ હોવાથી તેની આર્મીમાં સેવા દેવી ન પડે. છોકરાએ દાદીને લગ્ન માટે આસાનીથી મનાવી લીધા અને બન્નેએ તેના ગામમાં પરંપારીક રુપે લગ્ન પણ કર્યા.

જો કે છોકરાએ જે કર્યુ તે કાનૂનના કાયદા પ્રમાણે તો બરોબર છે પરંતુ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાઓ થઇ રહી છે. માત્ર આર્મીમાં જવાથી બચવા માટે તેને આવું કર્યુ અને તેના પર એક કમિશ્નરએ કેસ પણ કર્યો પરંતુ બધુ કાયદા કાનૂન પ્રામાણે બરોબર હોવાથી કંઇ ફાયદો થયો નહી. બન્ને વચ્ચે 57 વર્ષનું અંતર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *