આજે એક ખુબ જ દુઃખદ ઘટના બની છે. ગુજરાતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રનું વિરલ વ્યક્તિત્વ ખોવાયું છે. ખુબ જ લોકપ્રિય, ગરીબોના બેલી તરીકે ઓળખાતા જાણીતા તબીબ ડૉ.એચ.એલ.ત્રિવેદીનું નિધન થયું છે. જણાવી દઈએ કે ડૉ ત્રિવેદીએ કિડની ટ્રાન્સપ્લાન્ટના ક્ષેત્રે એક અલગ જ નામના મેળવી છે. એમને પોતાની કારકિર્દી દરમિયાન હજારો લોકોની આજીવન  કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે. તેમજ દેશ-વિદેશમાં તેમના ક્ષેત્રમાં એક ગર્વ થાય એવી નામના મેળવી છે. તેમજ જીવનભર પોતાનું કાર્યક્ષેત્ર ભારત અને ગુજરાતમાં રહીને સ્વાસ્થ્ય ક્ષેત્રે હજારો લોકોને નવજીવન અર્પણ કર્યુ છે.

તાજેતરમાં જ દો. એચ એલ ત્રિવેદી ને સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાંhહતા અને એ આપણા બધા માટે ખુબ જ ગર્વ થાય એવી ઘટના હતી. પણ આજે ૮૭ વર્ષની વયે ડોક્ટર ત્રિવેદી નું દુઃખદ અવસાન થયું છે.

ડોક્ટર ત્રિવેદી ના પાર્થિવ દેહના લોકો દર્શન કરી શકે અને અંતિમ દર્શન નો લાભ મળે એ હેતુથી એમનો પાર્થિવ દેહ આવતી કાલે કીડની હોસ્પીટલમાં રાખવામાં આવશે. સવારે ૧૧ વાગ્યે ડોક્ટર ત્રિવેદી નો પાર્થિવ દેહ કીડની હોસ્પિટલ બધાને અંતિમ દર્શન માટે મુકવામાં આવશે. અને ૧૨ વાગ્યે દૂધેશ્વર ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

જણાવી દઈએ કે ડોક્ટર ત્રિવેદી ઘણા સમયથી બીમાર હતા અને તેઓ કીડની હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા હતા. આજે ૮૭ વર્ષની વયે એમને પાર્થિવ દેહ નો ત્યાગ કર્યો અને અનંત યાત્રાએ જતા રહ્યા ત્યારે હજારો લાખો આંખો ભીની થઇ છે.

ગરબી દર્દીઓના બેલી તરીકે ઓળખાતાં ડોક્ટર ત્રિવેદી રાજ્ય કે દેશમાં જ નહીં પરંતુ વિશ્વના કોઈ પણ દેશમાંથી કિડનીનો દર્દીઓ આવે એટલે અને કોઈ પણ વિટંબણામાં હોય એટલે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી એચ એલ ત્રિવેદી કિડની હોસ્પિટલ હંમેશા સાથે હોય. હજારો લાખો દર્દીઓને કોઈ જ રૂપિયો લીધા વગર સારવાર કરનાર વિશ્વની એકમાત્ર હોસ્પિટલ છે જેનું નામ છે એચ એલ ત્રિવેદી હોસ્પિટલ.

આ સાથે ઘણાને એ પણ ખબર નહિ હોય કે ડોક્ટર એચ એલ ત્રિવેદી વિશ્વની એકમાત્ર કિડની યુનિવર્સિટીના સ્થાપક પણ હતા અને વિશ્વમાં સમયાંતરે વધી રહેલાં કિડની અને લિવરના રોગો અને ફેલીયોર રેસિયો પર રિસર્ચ કરવાં અને કિડની દર્દીઓને નવજીવન આપવાં ડૉ એચ એલ ત્રિવેદીએ વિશ્વમાં સૌ પ્રથમ અને એકમાત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડની યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. જે આજે લાખો દર્દીઓને નવજીલન આપી રહી છે.

‘કિડની’ માનવ શરીરનું એક અતિમહત્વનું અંગ છે, કિડનીને નુક્સાન કરતા દારૂ, સિગારેટ જેવા તત્વોથી દૂર રહેવાની સાથે નિયમીત પાણી પીવા જેવી સામાન્ય બાબતોનું ધ્યાન રાખીને પણ તેને નુક્સાન થતું અટકાવી શકાય છે. અમુક કેસમાં અન્ય કારણોસર પણ કિડનીની બીમારી થઈ શકે છે પરંતુ આધુનિક વિજ્ઞાન અને નિષ્ણાંત તબીબોના કારણે હવે કિડનીના રોગને કાબુમાં રાખવો શક્ય બન્યું છે.

કિડની ટ્રાન્સ્પ્લાન્ટ બાદ તો દર્દી કેટલીક સાવચેતીઓ સાથે સામાન્ય માણસની જેમ જ જીવી પણ શકે છે. એક વાત યાદ રાખવા જેવી છે કે Kidney ની kid જેવી માવજત જરૂરી છે, જો આમ કરવામાં આવે તો કિડનીના રોગ થવાનું પ્રમાણ ખૂબ ઘટી શકે છે.

કુદરતે માનવ શરીરમાં Regulatory T. Cell System સેટ કરેલી છે. આ સિસ્ટમનું મુખ્ય કામ Proantlam Processને કાબૂમાં રાખવાનું છે. વિદેશની ધરતી ઉપર અભ્યાસ પુર્ણ કરીને ભારતમાં છ દાયકા ઉપરની મેડિકલ પ્રેક્ટિસ બાદ ધ્યાનમાં આવ્યું છે કે, જે વ્યક્તિની કિડની ફેલ થાય છે તેને અન્ય વ્યક્તિમાંથી કિડની લઈ પ્રત્યારોપિત કરવામાં આવે ત્યારે ઘણા કિસ્સામાં તે અંગ (ફોરેન બોડી) રિજેક્ટ થવાની શક્યાતા રહેલી છે.

અમદાવાદ કિડની હોસ્પિટલની લેબોરેટરીમાં અનેક સંશોધન બાદ ધ્યાનમાં આવ્યું કે, કિડની રિજેક્શનનું પ્રમાણ ઘટાડવું હશે તો કુદરતે આપણા શરીરને પ્રદાન કરેલી T. Cell Syestemને જ જરીયો બનાવવો પડશે. જો આમ થશે તો રિજેક્શનની સંભાવના નહિવત્ત થઈ જશે. બસ આ વિચારને અમારી ટીમે મિશન સમજી તેના ઉપર રાત-દિવસ સંશોધન કરવાની શરૂઆત કરી અને ચમત્કારીક સફળતા મેળવી છે.


કિડની હોસ્પિટલમાં ડોનર એટલે કે કિડનીનું દાન આપનાર વ્યક્તિના પેટની આગળના ભાગમાંથી ચરબી લઈ તેમાથી કલ્ચર કરીને Donar Sporadic Mesenchynal Stem Cell બનાવવામાં આવે છે. Mesenchynal Stem Cellને આગળ ILZ સાથે કલ્ચર કરીને રેગ્યુલેટરી સેલ બનાવવામાં આવે છે. આ રેગ્યુલેટરી સેલ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતા પહેલા Tx કરવામાં આવે છે. આ પદ્ધતિથી અત્યાર સુધી એક હજાર કરતા પણ વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે.

આ પદ્ધતિથી ટ્રાન્સપ્લાન્ટ કરવાના કારણે દર્દીને કોથળો ભરીને દવા લેવામાંથી મુક્તિ મળી છે. પ્રત્યારોપણ બાદ બહુ જ ઓછી દવાથી આ કિડની સારી ચાલતી હોવાના પરિણામો મળ્યા છે. મહત્વનું છે કે, ગુજરાતની ધરતી ઉપર થયેલા આ સંશોધનને વિશ્વ આખાના ડૉક્ટરોની કલ્પના બહારનું આ સંશોધન છે. કિડની હોસ્પિટનલા પરિણામો જોઈ આખા વિશ્વની નજર હવે અમદાવાદની કિડની હોસ્પિટલ ઉપર છે. દર વર્ષે અહીં વિદેશથી ડૉક્ટરો આ પદ્ધતિને શિખવા અમદાવાદ આવી રહ્યા છે.

સ્ત્રોત : નવગુજરાત હેલ્થ , પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી, કિડની સર્જન.

‘એકલો જાણે રે…’ એ ગુરુદેવ ટાગોરના અતિ પ્રખ્યાત કાવ્યની પ્રારંભિક પંક્તિ છે. મેં ખુબ ઓછા માનવીઓને જોયા છે જેઓ આ પંક્તિને પોતાનો મુદ્રાલેખ બનાવીને જિંદગીને જીવી ગયા હોય. એ ટૂંકી યાદીનું એક મોટું નામ છે : ડો. એચ.એલ. ત્રિવેદી.

ડો. એચ.એલ. ત્રિવેદીના જીવન માં ઘટેલી ઘણી સત્ય ઘટનાઓ નું સંકલન કરેલ ગુજરાતી પુસ્તક પણ ઉપલબ્ધ છે , જે ડૉ શરદ ઠાકર દ્વારા લખાયેલ છે….. આ પુસ્તક ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો અથવા 7405479678 પર વોટ્સએપ થી મેસેજ કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *