જૂન મહિનામાં લોંચ થયેલ MG કારના બુકિંગની સંખ્ય વધી ગઇ હોવાથી કંપનીએ બુકિંગ બંધ કરી દીધુ હતુ. જો કે આ કારની ડિમાંડ ખુબ જ વધવા લાગી અને કંપનીને તેના ઉત્પાદન પર વધુ ધ્યાન આપવુ પડ્યુ અને ફરિથી બુકિંગ શરુ કરવામાં આવ્યુ છે. આ કારના બુકિંગની રાહ જોતા લોકો હાલમાં બુકિંગ કરાવી શકે છે.

ડિમાંડ વધુ રહેવાથી આ કંપનીએ કિંમતમાં પણ વધારો કરી દીધો છે. કંપનીએ કારની કિંમતમાં અંદાજે 30 હજર જેટલો વધારો કર્યો છે, કિંમત વધારા પછી હવે આ કાર હવે 12.48 માં મળશે. હાલમાં વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગ 50 હજારમાં કરવામાં આવી રહ્યુ છે. જે લોકો રાહ જોઇ રહ્યા હતા તે હએ બુકિંગ કરી શકે છે.  વેટિંગ હવે લગભગ 3 4 મહિનાની આસપાસ થઇ ગયુ છે.

ફીચર્સ :

ક્નેક્ટિવિટી ફિચર્સ વધુમાં વધુ એટલે કે લગભગ 100ની આસપાસ આપવમા આવ્યા છે તેનું કારણ છે કે આ એક ઇંટરનેટ કાર છે. જો કે કંપનીએ ઘણી મોટી મોટી કંપનીઓ સાથે હાથ મિલાવ્યો છે. આ કારમા 10.4 ઇંચ ટચસ્ક્રીન ડિસપ્લે છે. જેમાં પણ અલગ અલગ ફિચર્સ જેવા જે વોઇસ અસિસ્ટંટ, એંડ્રોઇડ અને એપલ તેમજ અન્ય કાર ક્નેક્ટેડ ફિચર્સ પણ ઉપલબ્ધ હસે.

એન્જીન :

આ કાર ત્રણ એન્જીન વિકલ્પમાં આવે છે. પેટ્રોલ એન્જીન માટે 1.5 લીટર ટર્બોચાજર્ડ અને ડીજલ માટે 2.0 લીટર ટર્બોચાજર્ડ ડીજલ મોટર મળશે. આવા અન્ય પણ એન્જીનને લઇને ઘણા સારા સારા ફિચર્સ જોવા મળશે. તેમજ માઇલેજ પણ સારી મળશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *