ગુજરાતીઓ નો સૌથી લોકપ્રિય તહેવાર કે જે ઉજવવા આમ તો કોઈ સીઝન નથી, ગમે ત્યારે, ગમે ત્યાં ગુજરાતીઓ ગરબા ચાલુ કરી દે છે પણ નવરાત્રી એ ગરબા ગાવા, માણવા ની સંસ્કૃતિ છે. અને આ વર્ષ ની નવલી નવરાત્રિને હવે માંડ એક અઠવાડિયું બાકી છે અને ગુજરાત ના નવ યુવાનો અને યુવતીઓ કે જેમને આપણે યુવાન ખેલૈયાઓ કહીએ છીએ એ ગરબે ઘૂમવા માટે થનગની રહ્યા છે.

હવામાન ખાતાની તાજેતરની માહિતી મુજબ, ગયા અઠવાડિયે જે વધુ વરસાદ થવાની વાત હતી એમાંથી ગુજરાત બચી ગયું છે અને હવે એ વરસાદ નો ખતરો નથી જોકે, આ વખતે લાગે છે કે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસશે અને ઘણા ખેલૈયાઓ ના રંગમાં ભંગ પાડી શકે એવું લાગે છે. હાલમાં જ મળતી, હવામાન વિભાગની આગાહી મુજબ  ગુજરાત રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું લગભગ આવતા મહિના એટલે કે ઓક્ટોબરના ૧૦ તારીખ સુધી રહેવાની શક્યતા છે અને જેના પગલે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં નવરાત્રિ દરમિયાન વરસાદનો માહોલ બનેલો રહેશે અને વરસાદ પણ વરસશે.

સામાન્ય રીતે જોઈએ તો  ગુજરાતમાંથી લગભગ સપ્ટેમ્બરના ત્રીજા વિક સુધીમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઇ લેતું હોય છે. પરંતુ આ વખતે વરસાદ સામાન્ય કરતા ઘણો વધારે નોંધાયો છે અને હવામાનની અત્યારની સ્થિતિ જોતાં ઓક્ટોબરના પહેલા અઠવાડિયા સુધી ચોમાસું ખેંચાય એવા પુરા લક્ષણો દેખાઈ રહ્યા છે.

નવરાત્રીની ઉજવણી આમ તો ગુજરાત ના દરેક ગામ, શહેરમાં ધૂમ મચાવે એવી થાય છે. પણ અગર ફક્ત અમદાવાદની વાત કરવામાં આવે તો નવરાત્રિના પ્રથમ ચાર નોરતાં દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેવી પૂરી સંભાવના છે. નોંધનીય છે કે અમદાવાદના અનેક વિસ્તારોમાં રવિવારે છૂટાછવાયા ઝાપટાં પડયા હતા. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આવતીકાલે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાં સર્જાયેલું ડિપ્રેશન આગામી ૨૪ કલાકમાં ચક્રાવાતમાં ફેરવાશે અને આગામી ૭૨ કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં ઓમાનના સમુદ્રી વિસ્તાર તરફ ધપશે. ‘

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *