તાજેતરમાં જ જાહેરાત થઇ છે કે ગોવામાં જી.એસ.ટી. કાઉન્સિલ ની મહત્વપૂર્ણ બેઠક યોજાશે અને જેમાં સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવશે. ગોવામાં યોજાનારી આ જી.એસ.ટી કાઉન્સિલની બેઠક પૂર્વે નાણામંત્રી શ્રીમતી નિર્મલા જી એ મીડિયા સમક્ષ બ્રેકીંગ ન્યુઝ શેર કર્યા છે.  આ જાહેરાત માં મળેલી માહિતી અનુસાર તેમણે સ્પષ્ટ જાહેર કર્યું છે કે ભારતની કંપનીઓ અને ઉદ્યોગપતિઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટશે અને મોટી રાહત મળશે. એની સાથે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે પણ ટેક્સ ઘટાડવામાં આવશે. ભારતના નાણા મંત્રીની કરેલી આ જાહેરાત બાદ શૅર બજારમાં હકારાત્મક વાતાવરણ જોવા મળતાં જોરદાર ઉછાળો પણ નોંધાયો છે.

સાથે સાથે નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, સરકાર મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે ઇન્કમટેક્ષ એક્ટમાં પણ નવી જોગવાઈ કરશે. અને જેથી લઈને આ વર્ષના ઓક્ટોબર 2019 બાદ બનેલી કંપનીઓને ફક્ત 15 %  ટૅક્સ આપવો પડશે. તેની પર ટૅક્સનો પ્રભાવી દર 17.01 ટકા હશે. હવે કંપનીઓને  છૂટ વગર 22 %  કોર્પોરેટ ટૅક્સ આપવો પડશે. સરચાર્જની સાથે ટૅક્સનો પ્રભાવી દર 25.17 ટકા હશે.

સાથે જ નાણામંત્રીએ લિસ્ટેડ કંપનીઓને રાહત આપી છે. નિર્મલા સીતારામણે કહ્યું કે, જેણે 5 જુલાઈ 2019 પહેલા બાયબેક શેરની જાહેરાત કરી હશે તેવી કંપનીઓને બાયબેક પર ટેક્સ ભરવો પડશે નહીં. આ સાથે MAT (લઘુત્તમ વૈકલ્પિક ટેક્સ)ને પણ નાબૂદ કરવામાં આવ્યો છે.

નાણામંત્રી દ્વારા થયેલી મુખ્ય જાહેરાતો

  • મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે પણ ટેક્સ ઘટશે
  • ઘરેલું કંપનીઓ પર કોઈ પણ પ્રકારની છૂટ વગર ઈન્કમ ટેક્સ 22% થશે, જ્યારે સરચાર્જ અને સેસ જોડીને દર 25.17% થશે.
  • ઈક્વિટી કેપિટલ ગેન્સ પરથી સરચાર્જ હટાવવામાં આવ્યો છે
  • લિસ્ટેડ કંપનીઓને કંપનીઓએ હવે બાયબેક ટેક્સ આપવો પડશે નહિ, જેમણે 5 જુલાઈ 2019 પહેલા બાયબેક શેરની જાહેરાત કરી છે.
  • આ સિવાય MAT(મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ) ખત્મ કરવામાં આવ્યો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *