ગુજરાત પર આ વર્ષે  મેઘરાજા ની કંઇક વધુ પડતી જ કૃપા હોય એ રીતે હવામાન વિભાગની એક આગાહી અને ચેતવણી મુજબ ગુજરાતમાં આ મહિના ની એટલે કે 26 સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. મળતી માહિતી મુજબ ગઈ કાળથી અરબી સમુદ્રમાં લૉપ્રેશર સર્જાયું છે. અને જેથી કરીને દક્ષિણ ગુજરાતનાં ઘણા ખરા વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.

આગાહી મુજબ હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે  પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. અને જેથી ગુજરાત ના લગભગ તમામ વિસ્તારો મેઘરાજા આ બીજા રાઉન્ડ માં આવરી લેશે એવું લાગે છે.

આજે ઓલરેડી માહોલ બંધાય ચુક્યો છે અને હાલની સ્થિતિ પ્રમાણે ગુરુવારે એટલે આવતીકાલે ગુજરાત ના દક્ષીણ બાજુના શહેરો એટલે કે નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ ખાબકી શકે છે. અને આ જ પ્રેસર આગળ વધતું વધતું  બીજા દિવસે એટલે કે  શુક્રવારે ડાંગ, વલસાડ, નવસારી, દમણમાં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી છે. અને મેઘરજ ના બીજા રાઉન્ડ ના ત્રીજા દિવસે એટલે કે  શનિવારે વલસાડ, દમણ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં જ્યારે રવિવારે વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની પણ શક્યતાઓ રહેલી છે. અમદાવાદ, રાજકોટ અને ઉતર ગુજરાત માં સામાન્ય વરસાદ રહેશે એવું લાગી રહ્યું છે.

આ રાઉન્ડ ની શરૂઆતથી જ મુંબઈ ફરી જળબંબાકાર થઇ શકે છે

બીજા રાઉન્ડમાં ફરીથી મેઘરાજા નો મુંબઈ પર મારો થવાનો છે. અને એથી જ મુંબઈ પર આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી વિગત અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મુંબઈ બાદ થાણે અને કોંકણ પંથકમાં પણ  ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. ભારે  વરસાદની આગાહીના પગલે સરકાર દ્વારા શાળા અને કોલેજ બંધ રાખવાના આદેશ અપાઈ ચુક્યા છે. નોંધનીય છે કે  મુંબઈમાં ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે.

રમેશભાઈ (ચેન્નાઈ) દ્વારા મળતી તાજેતર ની માહિતી અનુસાર, મુંબઈ માં ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ થઇ ગયો છે અને માહોલ બંધાઈ ચુક્યો છે. હવામાન વિભાગનું કહેવુ છે કે, મુંબઈમાં વરસાદે 65 વર્ષનો મોટો રેકોર્ડ બ્રેક કરી દીધો છે. અને આ જ કારણ થી વહીવટી તંત્રને સતર્ક રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. આંકડાકીય માહિતી આપીએ તો અત્યાર સુધીમાં મુંબઈમાં 3 હજાર 475 મીમી વરસાદ ખાબકી ચુક્યો છે. દર વર્ષે મુંબઈમાં સરેરાશ સિઝનનો 2 હજાર 353 મીમી વરસાદ પડે છે. જોકે, ચાલુ વર્ષે મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે. જેથી લોકોની હાલાકીમાં પણ વધારો થાય છે. જેથી બીએમસીના પ્રિમોનસૂન દાવાની પણ પોલ ખુલે છે, તેમ છતાં સરકાર અને બીએમસી દ્વારા ખુબ જ સરાહનીય કાર્ય થઇ રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *