રાજ્યભરમાં વધુ વરસાદને લિધે ઘણા મોટા મોટા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે સૌથી મોટી નદિ નર્મદા ડેમના પણ 23 દરવજા ખોલવામાં આવ્યા છે. નર્મદામાં પાણીની સપાટીમાં સતત વધારો થતો જોવા મળે છે. નર્મદાના ઉપરના વિસ્તારમાંથી 7 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

આ સપાટીનો વધારો માત્ર નર્મદામાં જ નહી પરંતુ ત્યાથી છોડવામાંં આવેલ પાણીને કારણે ભરુચના ગોલ્ડન બ્રિજની જળ સપાટી માં પણ વધારો જોવા મળ્યો છે. જે 31 ફુટે પહોંચી છે. નર્મદા નદીની આસપાસ ના એક હજાર જેતલા લોકોનું સ્થળાંતર તાત્કાલિક કરવામાં આવ્યું હતુ. તેમજ નજીકના લોકોને એલર્ટ કરવમાંં આવ્યા છે.

નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા :

મધ્યપ્રદેશમાં આવેલ ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ અને ઓમકારેશ્વર ડેમના 16 જેટ્લા દરવજા ખોલવામાંં આવ્યા છે. જેના કારણે નર્મદામાંં પાણીની આવકમાં સારો એવો વધારો થયો. નર્મદામાંં 7 લાખ જેટલા ક્યૂસેક પાણીની આવક થતા પહેલીવાર નર્મદા ડેમના 23 ગેટ 4.1 મિટર સુધિ ખોલવામાં આવ્યા હતા.

વધારાની પાણીની આવકથી નર્મદા બે કાંઠે વહિ રહી છે. જણાવી દ ઇએ કે નદિના કાંઠાના વિસ્તારોના 40 જેટલા ગામોને એલર્ટ કરવામાં અવ્યા છે. નર્મદા ડેમમાં હાલમાં 5,045 mcm સ્ટોરેજ લાઇવ પાણીનો જથ્થો છે. હાલમાં પાણીનો જથ્થો ખુબ જ વધુ છે અને મત્ર અહીં જ નહિ પણ પુરા રજ્યભરમાં આ જ સ્થિતિ જોવ મળે છે.

તેમજ ભરુચમાં પણ તેની અસર જોવા મળી હતી, આજે વર્ષો પછી ભરુચન કુરજા બંદરમાં નર્મદા નદિના પાણી પહોંચ્યા હતા. છેલ્લા ઘાણા વર્ષો પછિ આ ઘટના જોવા મળી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *