હાલમાં આખા ગુજરાતમાં વરસાસદી મૌસમ ચાલી રહી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આજે સવારે અમદાવાદ માં માત્ર બે કલાકમાં જ એટલો વરસાદ પડી ગયો કે શહેર પાણી પાણી થઇ ગયુ.

સવારે 9 વાગા આસપાસ ચાલુ થયેલ વરસાદ માત્ર એક જ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને શહેરના વિસ્તારોમાં પાની ભરાય ગયા.

માત્ર એક કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના જશોદાનગર, સરસપુર, ગોમતીપુર, મણિનગર, સેટેલાઇટ, બોપલ, શિવરંજની, શિલજ જેવા વિસ્તારોમાંં ઘુટણ સમાણા પાણી ભરાયા હતા.

શહેરનો જાણિતો રોડ એસજી  હાઇવે પરનો સર્વિસ રોડ પાણીમાં ગાયબ થઇ ગયો હતો.

રોડ પર ઘણા વહનો પાણી ભરાયને બંધ થયા અને ત્યાજ અટવાયા હતા.

તેમજ હજુ આગામી 24 કલાક સુધી અમદાવાદ, વડોદરા અને નડિયાદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *