આજકાલ ભારતમાં સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ ખુબ જ આગળ આવી રહ્યું છે, સામાન્ય વર્ગના લોકો નવી કાર લેવાને બદલે સારી કંડીશન વારી સેકન્ડ હેન્ડ કાર લેવાનું વધુ પસંદ કરે છે. અને તમે બધા જાણો છો કે કારમાં સૌથી વધુ જાણીતી કંપની મારુતિ સુઝુકી છે. આજે સેકન્ડ હેન્ડ કાર માત્ર ઘરઘરાવ જ નહિ પણ લોકોએ તેનો બિઝનેશ ચાલુ કરી દીધો છે. આપના દેશમાં સેકન્ડ હેન્ડ કારનો ક્રેઝ વધતો જોવા મળે છે.

જો કે સેકન્ડ હેન્ડ કાર લેવી પણ એટલી સહેલી નથી, તેના માટે પણ પૂરી જાણકારી હોવી જરૂરી છે.  ઘણી વખત ડોક્યુમેન્ટની પણ સમસ્યા આવે છે. તેમજ કારની કંડીશનની પણ તપાસ કરવી પડે છે. તેથી લોકલ જગ્યાયેથી કાર લેવામાં સાવચેતી રાખવી પણ હા, જો તમે ઓળખીતા પાસેથી લેતા હોય તો વાત અલગ છે. તમને સેકન્ડ હેન્ડમાં દરેક કંપનીની કાર મળી રહેશે, જેમાં મારુતિ સુઝુકી, મહિન્દ્ર, હુંડઈ જેવી કંપનીઓની કાર વધુ જોવા મળશે.

આ વિશે તમને જણાવી દઈએ કે, મારુતિ True Value માં ખુબ જ સારી કંડીશન વાળી અને ઘણી કંપનીની કારો મળી રહેશે, ત્યાં તમારે એક મોડલ માટે અલગ ઓપ્શન પણ મળી રહેશે. હાલમાં true value પ્રમાણે અલ્ટો, સ્વીફ્ટ, વેગેનાર અને સેલેરીયો જેવી ઘણી ગાડીઓ ખુબ જ સારી કંડીશનમાં ઉભી છે.

તમને જાણીને નવી લાગશે કે અહીં પર વેગેનાર માત્ર રૂ. 1.75 લાખ રૂપિયામાં સરળતાથી મળી રહેશે. એટલું જ નહિ તમને આ ગાડી પર વર્ષ સુધીની વોરંટી અને ૩ થી ૪ સર્વિસ પણ ફરી આપવામાં આવશે. કારની ચકાશની પણ તેના દ્વારા જ કરી દેવામાં આવશે. તેમજ અન્ય કારોની કિંમત જોવા જઈએ તો અહીં અલ્ટો 1.50 લાખમાં, સેલેરીયો 2.30 લાખમાં અને સ્વીફ્ટ માત્ર 2.50 લાખમાં સરળતાથી મળી રહેશે.

જૂની કાર ખરીદતી છેતરપીંડી કે નુકશાનથી બચવા માટે કેટલીક સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે…

કાર ઓનર પાસેથી કાર હિસ્ટ્રી લેવાનું ક્યારેય ભૂલશો નહિ, જેથી તમને થયેલી સર્વિસ અને નુકશાનનો ખ્યાલ આવે.

જે તે કાર તમે ખરીદવાના છો તેનો ઈન્સ્યોરન્સ તપાસવો ખુબ જ જરૂરી છે, તેમજ ઈન્સ્યોરન્સ પેપર પણ તમારા નામે કરી લેવાની કાળજી રાખવી.

કાર જોવા જતી વખતે એક ઓળખીતો મેકેનિકને જરૂર સાથે રાખવો જેથી કારની અંદરની અને બહારની કંડીશન ચોક્કસ રીતે જાની શકાય. મેકેનીકને કારના તમામ પાર્ટ્સ બરોબર રીતે તપાસવાનું કહો.

સામાન્ય રીતે આપને આવા સમય કારની આરસી બૂક તો જોતા હોય છીએ, પરંતુ તેમાં રહેલ કારની મેન્યુફેક્ચર ડેટ કારના બોનેટ નીચે હોય તેની સાથે મેચ કરવાનું બિલકુલ ભૂલશો નહિ.

તેમ પણ તમને કાર ચલાવ્યા વગર તેની બરોબર કંડીશન નો ખ્યાલ નહિ જ આવે તેથી તેને ચલાવી પણ લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *