સમગ્ર રાજ્યમાં ચોમાસું છવાયેલું છે ત્યારે સૌરાષ્ટ્ર ના પાટનગર અને માનનીય મુખ્યમંત્રીના શહેર એવા રાજકોટમાં ગઈ કાલથી આજ સુધીમાં આશરે ૧૮ ઇંચ વરસાદ પડી ગયો છે અને હજુ ચાલુ જ છે.

ભારે વરસાદ ને લીધે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ઘણી જગ્યાએ ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે.

સૌરાષ્ટ્ર કચ્છ અને સમગ્ર ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેમ બરવાળા માં 15 ઇંચ, ચુડા અને રાજકોટમાં 18 ઇંચ વરસાદ ત્રાટક્યો

લોધીકામાં મેઘરાજા તૂટી પડતા સંપર્ક કપાયો ચારેબાજુ પાણી પાણી થઇ ગયું. પૂલ ઉપર પૂરના પાણી ફરી વળ્યા.  સવારે બે કલાકમાં જ તોફાની ૬ ઇંચ : લોધીકામાં તોફાની વરસાદ પડ્યો. ર કલાકમાં ૬ ઇંચઃ ગામનો સંપર્ક કપાતા અધિકારીઓ દોડયા. પૂલ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ. બપોરે ૧ર વાગ્યે વરસાદનું જોર ધીમૂ પડયું. ગામનો અને ગામડાઓનો સંપર્ક કરી લેતું કલેકટર તંત્ર.

રાજકોટ મોરબી રોડ પરનો આ વિડીયો વાઈરલ થયો છે જે જોઈ વરસાદ નું અનુમાન લગાવી શકશો

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *