આટલા દિવસથી લોકો બજેટની રાહ હતી કે આ વખતે મોદી સરકારને લીધે બજેટમાં થોડી રાહત મળશે, પરંતુ એવું બિલકુલ ન બન્યું. મોદી સરકારના બજેટમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે તેની અસર સામાન્ય માણસના બજેટ પર પડી શકે છે.

સરકારે પેટ્રોલ-ડીઝલમાં કોઈ જ રાહત આપી નથી, આજથી પેટ્રોલ ડીઝલનો ભાવવધારો લાગુ પડ્યો જેમાં, પેટ્રોલમાં 2.50 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 2.30 પ્રતિ લીટર નો વધાર જોવા મળ્યો છે. નવા બજેટમાં પેટ્રોલ-ડીઝલમાં પણ ટેક્સ લગાવ્યા બાદ મોંઘવારીનો માર સહન કરવો પડ્યો છે.

નવા બજેટની અસર દિલ્લી સહીત મુંબઈ, કલકતા, ચેન્નઈ જેવા બધા જ રાજ્યોમાં જોવા મળી છે. દેશની રાજધાની દિલ્લીમાં પણ પેટ્રોલ નો ભાવ વધીને 76 રૂપિયામાંથી 78 રુપીયા થયો છે. જયારે કલકતા અને ચેન્નઈમાં પણ પેટ્રોલના ભાવમાં સારો એવો વધારો થયેલ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *