ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ હોવાથી હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી આપી છે.  જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર સહીત દક્ષીણ ગુજરાત અને અમદાવાદના વિસ્તારોમાં બે દિવસ વરસાદ પડશે. અમદાવાદમાં માધ્યમ અને દક્ષીણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે.

જણાવી દઈએ કે ગુજરાતના નર્મદા, વડોદરા, સુરત અને તાપી વિસ્તારોમાં વધુમાં વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહીત આ વિસ્તારોમાં બે દિવસ સાયક્લોનિક સિસ્ટમના લીધે વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે અને દરિયા કાંઠાના લોકોને સુચના આપવામાં  આવી છે અને દરિયો ન ખેડવાની પણ સુચના અપાઈ છે.

જોકે, હાલમાં પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. અને રાજ્યના ઘણા ડેમોમાં નવા નીર આવ્યા છે. જેથી ખેડૂતોમાં ખુસીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ અમરેલી જીલ્લામાં પણ વરસાદ શરુ થઇ ચુક્યો છે. લોકોને ગરમીથી રાહત મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *