મિત્રો જયારે વાત આવે ગેમિંગની તો PUBG આજે સૌની ફેવરીટ બની ચુકી છે. મિત્રો તમને જણાવી દઈએ કે PUBG ના ઓફીસીયલ ફેસબુક પેજ પર જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ટૂંક સમયમાં PUBG નું Lite વર્ઝન લોન્ચ થવા જઈ રહ્યું છે. જોકે, તેના લોન્ચની કોઈ એક્ઝેક્ટ તારીખ આપવામાં આવી નથી પરંતુ હવે આવનારા ટૂંક સમયમાં લોન્ચ થશે એવી માહિતી આપવામાં આવી છે. અને તેનું આ Lite વર્ઝન હાઈટેક ગેમિંગ સીસ્ટમ ને બદલે સદા પીસીને ટાર્ગેટ કરશે.

મિત્રો PUBGનું Lite વર્ઝન ભારત સિવાય બીજા ઘણાબધા દેશોમાં લાઈવ થઇ ચુક્યું છે જેમાં હોંગકોંગ, બ્રાઝીલ, તાઈવાન, બાંગ્લાદેશ નો સમાવેશ થાય છે, મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે PUBG Liteનું પહેલું બીટા વર્ઝન આ જ વર્ષની શરૂઆતમાં થાઈલેન્ડમાં લોન્ચ થયેલું. અને છેલ્લે હમણાજ 23 મેંના દિવસે તુર્કી અને બ્રાઝીલમાં લાઈવ થયેલું. અને હવે ટૂંક સમયમાં ભારતમાં પણ થશે લાઈવ.

કોમ્પ્યુટર માટેની PUBG ગેમની સરખામણીએ ગેમર આ Lite વર્ઝન ફ્રીમાં રમી શકશે, મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ઝનને ફ્રીમાં રમવા માટે તમારે સૌ પ્રથમ ઓફીશીયલ લોન્ચર એવું જરૂરી છે, તેનાથી તમને ગેમ ફાઈલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવામાં સરળતા રહેશે.

આ વર્ઝન માટે તમારા PCમાં આટલી વસ્તુ હોવી જરૂરી છે

Windows 7, 8, અથવા 10 (64bit)

Intel Core i3, 2.4GHz

4GB રેમ

Intel HD  ગ્રાફિક્સ 4000

4GB ડિસ્ક સ્પેસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *