મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

યુવરાજ સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમને ક્રિકેટ કારકિર્દીની શરૂઆત 2000માં કરી હતી. 19 વર્ષ બાદ આજે યુવરાજે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. મિત્રો યુવરાજે પ્રેસ કોન્ફરન્સ માં જણાવ્યું હતું કે તેમની એક એવી ઈચ્છા હતી કે વર્લ્ડ કપમાં રમીને યાદગાર વિદાય લે પરંતુ એવું બની શક્યું નહિ.

મિત્રો જયારે તેમને પૂછવામાં આવ્યું કે આ સમયે નિવૃત્તિ કેમ લેવી પડી?

ત્યારે તેમનો જવાબ હતો કે, તેમનું પ્રદુષણ પણ ખરાબ હતું અને તેને રમવા માટે તક પણ નહોતી મળતી. તેમને અંતિમ મેચ 30 જૂન 2017ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે રમ્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે 2011 નો વર્લ્ડ કપ જીતાડવામાં યુવરાજે મહત્વની ભૂમિકા ભજવી હતી. 2011 માં તે વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો. મિત્રો 2011માં ના વર્લ્ડ કપમાં તે કેન્સરની બીમારીથી પીડિત હતો પરંતુ તેને આ વાતની જાણ કોઈને થવા નહોતી દીધી.

વર્લ્ડ કપ જીતવો મારા માટે સપનું હતું

મિત્રો યુવરાજે નિવૃત્તિ આપતા જણાવ્યું કે, ‘હું નાનપણથી મારા પિતાના માર્ગે ચાલ્યો અને દેશ માટે રમવાના તેના સપનાને સાકાર કર્યું. તેઓએ બધાનો આભાર માનતા કહ્યું કે મને સમજાતું નથી કેમ બધાનો આભાર માનું. સાથે તેમને જણાવ્યું કે 2011નો વર્લ્ડ કપ જીતવાનું મારું સપનું હતું, અને ત્યારે મેન ઓફ ધ સીરીઝ બન્યો એ પણ એક સપનું હતું અને ત્યાર બાદ મને કેન્સર થયું. મારા જીવનની આ ઘટના આકાશમાંથી સીધું જ જમીન પર આવવા જેવું હતું. અને જિંદગીના આ સમયે મારા ફેંસ અને મારો પરિવાર મારી સાથે હતો’

છ છગ્ગા રહેશે હંમેશા યાદ

આજે પણ યુવરાજના ડરબર ગ્રાઉન્ડમાં સ્ટુઅર્ટ બ્રોડની બોલીંગમાં ફટકારેલા એ છ છગ્ગા ક્રિકેટજગતમાં કાયમ યાદ રહેશે. વીરેન્દ્ર સેહવાગે યુવરાજ સિંહ સાથેની તસ્વીર પોસ્ટ કરતા લખ્યું કે યુવરાજ જેવો ખેલાડી ભાગ્યે જ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *