પાકિસ્તાનના વડાપ્રધાને નરેન્દ્ર મોદીને જીતની સુભેચ્છા પત્ર દ્રારા પાઠવી.

મિત્રો પાકિસ્તાનના મીડિયા તરફથી એવી માહિતી મળી છે કે પાકિસ્તાનના વડાપ્રધાને નરેન્દ્ર મોદીને પત્ર દ્રારા સુભેચ્છા પાઠવી હતી. સાથે એવું પણ જાણવા મળ્યું છે કે તે ભારત સાથે કાશ્મીર સહીત તમામ મુદાઓનું ઉકેલ મેળવવા માટે વાત કરવા માંગે છે. મિત્રો તમને જણાવી દઈએ કે ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા પછી ઘણી વખત ભારત સાથે વાતચિત કરવા માટે પ્રસ્તાવ મૂકી ચુક્યા છે. પરંતુ ભારત એ વાત પર ટકી રહ્યું છે કે આંતકવાદ અને વાતચીત બન્ને સાથે તો નહિ જ થાય.

મિત્રો પાકિસ્તાન મીડિયા પર રિપોર્ટર જણાવી રહ્યા છીએ કે, આ પત્ર દિલ્હી પહોંચ્યા પછી શંકા કરવામાં આવી રહી છે કે એસસીઓ સમિટ દરમિયાન ઇમરાન અને મોદી વચ્ચે દ્રીપક્ષી વાતો પણ થઇ શકે છે. મિત્રો જાણવા મળ્યું છે કે ઇમરાન દક્ષીણ એશિયામાં શાંતિ, સફ્ભાવના અને ગરીબી સામે લડવા માટે ભારત પાકિસ્તાન વચ્ચેના આ વિવાદોને ઉકેલવા માંગે છે.

ભારતીય વિદેશ મંત્રાલયે નકારી દ્રીપક્ષી વાત: એસસીઓ સમિટમાં મોદી અને ઇમરાન વચ્ચે દ્રીપક્ષીય વાતોને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમાર નકારી ચુક્યા છે. તેમને હમણાં જ થોડા દિવસો પહેલા જણાવ્યું હતું કે મને ખ્યાલ છે ત્યાં સુધી મોદી અને ઇમરાન વચ્ચે આવી કોઈ બેઠક થવાની નથી.

મોદી અને ઇમરાન હજુ સુધી મળ્યા જ નથી: મિત્રો ગયા વર્ષે જયારે ઇમરાન ઓગસ્ટમાં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા અને ત્યારથી તેમ મોદીને મળવાની ઈચ્છા ધરાવે છે, અને ઘણી વખત તેમને જણાવ્યું પણ છે કે મોદીને મળવા માંગે છે. જયારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેમને સુભેચ્છા પાઠવી હતી, જયારે તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના ચીફ તરીકે ઇમરાન ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ડીસેમ્બર ૨૦૧૫માં મોદી સાથે મુલાકાત થઇ હતી. જો કે ભારત પર થતા અવારનવાર હુમલાથી ભારતે પાકિસ્તાન સાથે કોઈ પણ વાત ચિત કરી નથી. ભારત એ વાત પર હજુ અડગ છે કે દ્રીપક્ષી વાત અને આંતક સાથે તો ન જ ચાલે. તેથી જો પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા માંગતું હોય તો તેમને આંતકીઓનો સાથ આપવાનું બંધ કરવું પડશે. અન્યથા કોઈ જવાબ મળશે નહિ.

જોકે ૨૦૧૭મ કઝાકિસ્તાનના અસ્તાનામાં એસસીઓ સમિટ દરમિયાન બન્ને દેશના વડાપ્રધાનની મુલાકાત થઇ હતી. પરંતુ ઓફિસર્સ દ્રારા એવો દાવો કરવામાં આવે છે કે તે સમયે બન્ને વચ્ચે કોઈ ઓફીસીયલ વાતચીત કરવામાં આવી નથી, ત્યારે મોદીએ માત્ર તેમની તબિયત વિષે જ પૂછ્યું હતું. કેમ કે આગલા વર્ષે તેમના હાર્ટની સર્જરી કરવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *