મિત્રો જણાવતા દુખ થાય છે કે 21 એપ્રિલના રોજ શ્રીલંકામાં થયેલ બોમ્બ બ્લાસ્ટ માં 11 ભારતીઓ સહીત 258 લોકોના મોત થયા છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 9 જૂને શ્રીલંકાની મુલાકાતે જવાના છે. બોમ્બ બ્લાસ્ટ થયા પછી અહીં જનારા પહેલા વિદેશી નેતા આપણા મોદી સાહેબ  છે. મોદી અહીં અમુક કલાકો જ રહેવાના છે અને ત્યાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેના સાથે મુલાકાત પણ કરશે.

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, મોદીની શ્રીલંકાની આ મુલાકાત એવું જણાવવા માટે છે કે , મુશ્કેલીના સમયમાં અમે તમારી સાથે છીએ. જોકે તમને જણાવી દઈએ કે મોદી શ્રીલંકાની આ પહેલી મુલાકાતે નથી. વડાપ્રધાન તરીકે મોદીની શ્રીલંકાની આ ત્રીજી મુલાકાત હશે, પહેલા તે 2015 અને 2017 માં શ્રીલંકાની મુલાકાતે ગયા હતા.

વડાપ્રધાન આજરોજ માલદીવની મુલાકાતે જવાના છે. બીજી વખત વડાપ્રધાન બન્યા પછી મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. તેઓ માલદીવથી 9 જૂનના રોજ અમુક કલાકો માટે શ્રીલંકા પણ જશે. મોદી રવિવારે સવારે 11 વાગે શ્રીલંકા પહોંચશે. રવિવારનું બપોરનું ભોજન તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનમાં કરશે. અને સેરીસેના સાથે દ્રિપક્ષીય વાતો પણ કરશે. શ્રીલંકાના પોલીસ પ્રશાસનનું કહેવું છે કે, મૂડી સાહેબની મુલાકાતને લઈને અહીં પુરેપુરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *