ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એપલ કંપનીના એરિયા મેનેજરને એક પોલીસ કોન્સ્ટેબલે કાર અટકાવી પણ મેનેજરે કાર ના રોકતાં કોન્સ્ટેબલે ગોળી મારી.
એપલના એરિયા મેનેજર વિવેક તિવારીએ પોતાની કારથી પોતાના એક સહ કર્મચારી સાથે ઓફિસમાંથી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતાં. રસ્તામાં એક પોલીસ કોન્સટેબલે તેમને કાર રોકવાનું કહેવામાં આવ્યું પણ વિવેક તિવારીએ કાર અટકાવાને બદલે તેને આગળ ને આગળ જવા જ દીધી.
વિવેક તિવારીએ કાર ના રોકતાં કોન્સ્ટેબલે તેમને શંકાસ્પદ માનીને કાર પર ફાયર કર્યું.

કોન્સ્ટેબલે એવું કહ્યું કે તેણે કાર રોકવાનો પ્રયાસ કર્યો પણ કાર રોકવાને બદલે તેની પર ચડાવવાનો પ્રયાસ કર્યો એટલે તેણે આત્મસુરક્ષા માટે અને શંકાસ્પદ વ્યકિત માની ગોળી મારી.
વિવેક તિવારીની પત્ની કલ્પના તિવારી આ ઘટનાથી એટલી બધી નારાજ છે કે તેમણે એમ કહ્યુ છે કે, જ્યાં સુધી અંતિમ વિધીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નહીં આવે તો ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે.
કલ્પના તિવારીએ કહ્યું કે, જો વિવેક એ છોકરી સાથે શંકાસ્પદ સ્થિતિમાં હતા તો તમે કાર્યવાહી કેમ ના કરી, ગાડી નહીં અટકાવી તો ગાડીનો નંબર નોંધી આરટીઓ ઑફિસમાંથી ડીટેલ મેળવી ઘરની શોધ કરી ધરપકડ કરવી જોઇતી હતી પણ ગોળી શા માટે મારી?
આરોપી પોલીસ કર્મચારી પ્રશાંત ચૌધરીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેની પૂછપરછ થઈ રહી છે. વિવેકની સાથે ઘટના વખતે કારમાં હાજર છોકરીની પણ પૂછપરછ પોલીસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *